શ્રદ્ધા કપૂર ફિલ્મ જગતની સૌથી મોંઘી હીરોઈનમાંથી એક
મુંબઈ, સામાન્ય રીતે બોલીવુડના વિલનની એક્ટિંગથી ડર લાગતો હોય છે.તેમની ખુંખાર ઈમજ તમારા મનમાં હોય છે.પરંતુ એજ વિલનની દીકરોને જાેશો તો બાપની એ ડરાવની એક્ટિંગ ભૂલ દીકરીની અદા પર ફિદા થઈ જશો. અમરીશ પુરી, શક્તિ કપૂર સહિતના બોલીવુડના એવા અનેક વિલન છે જેમની એક્ટિંગ જાેઈને કદાચ આજે પણ નાના બાળકો ડરી જતા હશે.પરંતુ એ જ ખુંખાર વિલનની ખુબ સુરત દીકરોએ દર્શકોને પાગલ કરી રહી છે.
ફિલ્મમાં પોતાનું રાજ ચલાવનારા આ વિલનની દીકરીઓ હવે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો વગાડી રહી છે. ફિલ્મોને હિટ કરાવવા પાછળ જેટલું મહત્વ એક હીરોનું હોય છે તેટલું જ મહત્વ વિલનની એક્ટિંગનો પણ હોય છે.કેટલાક તો એવા વિલન છે જેમના વગર ફિલ્મો જ અધૂરી લાગે છે.
તો કેટલા વિલન એવા પણ છે જેના ડાયલોગ હીરોના ડાયલોગ કરતા વધુ પસંદ કરવામાં આવ્યા છે.પરંતુ હવે કેટલા વિલન આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે તો કેટલાક હવે નિવૃતિ સુધી પહોંચી ચુક્યા છે.પરંતુ તેમની દીકરોઓ હવે મોટી થઈ ચુકી છે.તો આવો જાણીએ કોણ કોની દીકરી છે.
અનો કોની દીકરી બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ક્વીન બની છે. અભિનયની સાથે સ્ટાઈલ અને સિંગિંગમાં અલગ સ્થાન મેળવનાર આ અભિનેત્રી આજના સમયે સૌથી હિન્દી ફિલ્મ જગતની સૌથી મોંઘી હીરોઈનમાંથી એક છે.વર્ષ ૨૦૧૦માં ફિલ્મ તીન પત્તીથી બોલીવુડમાં એન્ટ્રી લેનાર શ્રદ્ધા કપૂરે શરૂઆતમાં ખુબ સંઘર્ષ કર્યું હતું.
પરંતુ ધીરે ધીરે મોટા પર્દા પર શ્રદ્ધા કપૂરે પોતાનો સિક્કો જમાવી લીધો.જેથી શ્રદ્ધા કપૂર આજે ઓળખાણની મોહતાજ નથી રહી. ફિલ્મોમાં રેપિસ્ટના દમદાર રોલથી બધાને ડરાવનાર રંજીત પોતાના સમયના જાણિતા વિલન છે.જેટલી સુંદર રંજીતની એક્ટિંગ છે તેનાથી પણ વધુ સુંદર છે તેની દીકરી દિવ્યાંકા.
પરંતુ દિવ્યાંકાને ફિલ્મમાં કામ કરવામાં રસ નથી.દિવ્યાંકાએ ફેશન ડિઝાઈનર તરીકે પોતાનું કરિયર બનાવ્યું છે. દેશના ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનથી આવેલ એક સામાન્ય છોકરાને હવે ખૂંખાર વિલન શાકાલ તરીકે ઓળખવામાં આવે છે.જેનું રિયલ નામ છે કુલભૂષણ ખુરબંદા.૧૯૮૦માં આવેલી શાન ફિલ્મમાં વિલનની ભૂમિકાથી કુલભૂષણ ખુરબંદા ખુબ લોકપ્રિય બન્યા.જેઓ ૧૯૭૪થી આજ દીન સુધી ફિલ્મમાં સક્રિય છે.SSS