શ્રદ્ધા મુસાલેના ઘરે યોજાયું CID ટીમનું રિયૂનિયન

મુંબઈ, દયા દરવાજા તોડ દો અને કુછ તો ગરબડ હૈ જેવી મજેદાર પંચલાઈન્સથી જાણીતા થયેલા શો CIDએ લગભગ ૨૦ વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું. અત્યારે તો આ સીરિયલ બંધ થઈ ગઈ છે પરંતુ તેના પાત્રોને આજે પણ લોકો યાદ કરે છે.
થોડા અઠવાડિયાઓ પહેલા જ આ શોના કેટલાક કલાકારોએ એક અવોર્ડ ફંક્શનમાં જાેવા મળ્યા હતા. દે બાદ તેમની આખી ટીમ પાર્ટી કરતી દેખાઈ હતી. જાેકે, પાર્ટી કોઈ પબ કે રેસ્ટોરાંમાં નહીં પરંતુ એક ઘરમાં થઈ હતી. સામે આવેલી તસવીરોમાં બધા જ હળવા મૂડમાં એકબીજા સાથે વાતો કરતાં દેખાયા હતા. CIDની ટીમ શોમાં ડૉ. તારિકાનો રોલ કરનારી એક્ટ્રેસ શ્રદ્ધા મુસાલેના ઘરે પહોંચી હતી.
ફોરેન્સિક એક્સપર્ટ ડૉ. તારિકાના રોલમાં શ્રદ્ધાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તેની અને ઈન્સ્પેક્ટર અભિજીતની કેમેસ્ટ્રી પણ દર્શકોને જાેવાની મજા પડી હતી.
શ્રદ્ધાના ઘરે CIDની ટીમમાંથી દયા ઉર્ફે એક્ટર દયાનંદ શેટ્ટી, અભિજીત ઉર્ફે એક્ટર આદિત્ય શ્રીવાસ્તવ, ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સનો રોલ કરનાર દિનેશ ફણનીસ, સબ-ઈન્સ્પેક્ટર શ્રેયા એટલે કે જ્હાન્વી છેડા, ઈન્સ્પેક્ટર અભિમન્યુનું પાત્ર કરનાર એક્ટર ઋષિકેશ પાંડે, સબ ઈન્સ્પેક્ટર પંકજના રોલમાં દેખાયેલો એક્ટર અજય નાગરથ પહોંચ્યા હતા.
રિયૂનિયનમાં સૌએ ખાઈ-પીને વાતો કરી હતી અને જૂના દિવસોને વાગોળ્યા હતા. અજય નાગરથે રિયૂનની તસવીરો અને વિડીયો શેર કરતાં શ્રદ્ધા અને તેના પાર્ટનરનો આમંત્રણ માટે આભાર માન્યો હતો. અજયે તસવીરો શેર કરતાં લખ્યું, “અમને આમંત્રિત કરવા માટે આભાર અને તમે લોકો ખૂબ સારા યજમાન છો.
મારા પ્રેમાળ સાથીદારોને મળીને ખૂબ આનંદ થયો. અમે ખૂબ ખાધું અને પુષ્કળ વાઈન પીધી. હજી આવી ઘણી સાંજ આવશે. આ સિવાય શ્રદ્ધા મુસાલેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એ યાદગાર સાંજની કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું, આવી સાંજ? જૂની યાદો, કિસ્સાઓ, ફૂડ, એકબીજાની ખેંચવી અને સંવાદો તમને સૌને ઘરે બોલાવીને ખૂબ સારું લાગ્યું.
ચાલુ દિવસે, પીક અવર્સમાં હેવી ટ્રાફિક હોવા છતાં તમે સૌ સમયસર આવી ગયા હતા. અઢળક અઢળક વહાલ. શ્રદ્ધાએ એક રીલ પણ શેર કર્યું છે જેમાં અન્ય કેટલીક તસવીરો, નાની-નાની ક્લિપ્સ અને મસ્તી જાેવા મળે છે. શ્રદ્ધાએ રીલ શેર કરતાં સ્વર્ગસ્થ સિંગર કેકેનું પોપ્યુલર ગીત ‘યારો’ બેકગ્રાઉન્ડમાં મૂક્યું છે. આ રીલ શેર કરતાં તેણે લખ્યું, ‘CIDની ટીમ સાથે.’ સીઆઈડીની ટીમનું રિયૂનિયન જાેઈને ફેન્સ પણ ઉત્સાહમાં આવી ગયા છે.SS1MS