શ્રમનું મૂલ્ય
સંત વલ્લુવર મદ્રાસ પાસેના મૈલાપુર નામના ગામમાં રહેતા હતા. ‘તીરૂ’ એટલે સંત. ગુજરાતમાં નરસિંહ મહેતાનું જે સ્થાન છે, મહારાષ્ટ્રમાં નામદેવનું જે સ્થાન છે, તેવું જ સ્થાન દક્ષિણમાં તીરૂ વલ્લુવરનું છે. ચોલ દેશના એક ગામમાંએક નગરશેઠ રહેતા હતા. એમનો એકનો એક દીકરો યૌવનના ઉન્માદમાં ઉન્મત્ત બનીને ફરતો હતો. કોઈનાં શાકભાજી વીંખી નાખતો, કોઈનાં ફળ ઝૂંટવી લેતો.નગરશેઠનો દીકરો હોવાથી તેની આ મર્કટચેષ્ટા બધા સહન કરી લેતા.એક દિવસ નજીકના ગામમાં મેળો ભરાયો હતો ત્યાં તે ગયો. મેળામાંતીરૂ વલ્લુર, જે જાતના વણકર હતા, તે સાડીઓ વેચવા બેઠા હતા.
શેઠના દીકરાએ પૂછયુંઃ ‘આ સાડીની શી કિંમત છે ?’વણકરે કહ્યુંઃ ‘બે રૂપિયા.’શેઠના દીકરાએ સાડીના બે ટુકડા કર્યા અને પૂછયુંઃ ‘હવે ?’ હવે વણકર કશું બોલ્યો નહીં. પણ શેઠનો દીકરોબોલ્યોઃ ‘બોલ, હવે આ ટુકડાની કિંમત એકરૂપિયો થઈને ?’એમ બોલતાં બોલતાં એણે સાડીના ટુકડે ટુકડા કરી નાખ્યા અને મોટેથી હસી પડયો. ‘બોલ, હવે આ ટુકડાઓની શી કિંમત ?’શેઠના પુત્રે પુછયું. વણકરે કહયુંઃ ‘હવે આ વ† બીજું કોઈ પહેરી શકે તેમ નથી અને તેની િંકમત પણ કેમ લેવાય ?’
સાડી ફાડી નાખ્યા છતાં વણકર શાંત રહ્યો, તેથી શેઠના પુત્રને આશ્ચર્ય થયું અને ખિસ્સામાંથી બેરૂપિયા કાઢીને આપતાં કહ્યુંઃ ‘આ લે તારી સાડીનું મૂલ્ય. મારી પાસે ઘણા પૈસા છે. તારી આ સાડી તો નકામી ગઈ !’ વણકરે કહ્યુંઃ ‘ના ભાઈ, મારી સાડી નકામી નહીં જાય. મારી પત્ની તેને સાંધીને પહેરશે.’ શેઠના દીકરાને હવે પસ્તાવો થયો અને પૈસા લેવાનો આગ્રહ કરતો રહ્યો.
તીરૂ વલ્લુવરે શાંતિથી કહ્યુંઃ ‘ભાઈ, તું સારા ઘરનો યુવક લાગે છે. તને ખબર નથી કે, કોઈ પણ વસ્તુ વપરાશમાં લેવાય તો જ તેનું મૂલ્ય હોય. તેને ખબર છે કે, ખેડૂતે કેટલી મહેનતકરીને કપાસ તૈયાર કર્યો હશે ? મારી પત્નીને સૂતર કાઢતાં અને રંગતાં કેટલી મહેનત પડી હશે ? અને વણતાં મને કેટલા દિવસો લાગ્યા હશે ?તું આ સાડી પાછળ થયેલા શ્રમનું મુલ્ય આપવા માગે છે ? શ્રમનું કોઈ દિવસ મૂલ્ય થાય ખરું ? ભાઈ પૈસાતો કેવળ યોગક્ષેમ ચલાવવા માટે જ લેવા પડે. બાકી, પ્રત્યેક વસ્તુ પૈસાથી વેચાતી મળે છે એ કલ્પના પણ કેટલી ભ્રાંત છે ! જગતમાં ઘણી વસ્તુઓ એવી છે કે જેનું પૈસાથી મૂલ્યાંકન નથી થતું. ભાઈ,તને મે સાડીનો બે રૂપિયા ભાવ કહ્યો તે મારા યોગક્ષેમ માટે, તેનો અર્થ એ તો નથી જ કેમેં જે શ્રમ લીધો તેનું મૂલ્ય બે રૂપિયા છે.’
આગળ વધીને તુરુવલ્લુવરે કહ્યુઃ‘પ્રત્યેક વસ્તુનું મૂલ્ય કરવા લાગીએ તે ન ચાલે. કાલે ઉઠીને કોઈ કહશે કે, માએ છોકરાને ઉછેરવા જે મહેનત લીધી છે. તેનું મૂલ્ય ચુકવી આપો.નવ મહીના પેટમાં રાખ્યો તેનું ભાડું આપો.’ નગરશેઠના દીકરાને જીંદગીમાં પહેલી જ વાર થયું કે, આ માણસ ખરેખર મહાન છે અનેસાચો છે.
બીજેદિવસે સવારે વહેલા ઉઠીને નગરશેઠનો દીકરો ભગવાનને પગેલાગ્યો અને માતાપિતાને પગે લાગ્યો. નગરશેઠ તો છોકરામાં થયેલો આ ફેરફાર જાઈ જ રહયા. મેળામાં બનેલી ઘટના દીકરાના મુખે સાંભળી. પોતાના દીકરાને સુધારનાર વણકરને મળવા નગરશેઠ એમના ઘેર ગયા. નગરશેઠે તીરૂ વલ્લુલરને કહ્યુંઃ મારી પાસે ઘણી સંપત્તિ છે. તેમાંથી થોડી તમે રાખો. આ વણવાનુંકષ્ટ તમે શા માટે લો છો ?’
તીરૂ વલ્લુવરે કહ્યુઃ ‘શેઠ તમે ગયા જન્મમાં ભગવાનના લાડકા દીકરા હશો તો આ જન્મમાં તમને અઢળક દ્રવ્ય મળ્યું છે. તે સંપત્તિ પ્રભુકાર્યમાં ખર્ચો. મારે પૈસાની જરૂર નથી. ચૌલદેશમાં હાલ દુકાળ છે. પ્રજા અન્ન માટે ટળવળે છે. તમે લોકકલ્યાણના કામમાં લાગી જાઓ. શેઠ, ઘણી વાતો કરવી સહેલી છે, પણ કોઈને કાંઈ આપવું એ બહુ કઠણ છે. દરેકને એમ થાય છે કે, હું આપું તો પછી મારુંશું ? ખૂટી જાય તો શું ખાઉં ?’
શેઠે પૂછયુંઃ‘તમારી આ નાની ઝૂંપડીમાં તમે સુખી કેમ છો ?’ તીરૂવલ્લુવરે કહ્યુંઃ ‘મારી પત્ની મને અનુકુળ છે.’ જયાંપતિપત્ની એકબીજાની લાગણીનો ખ્યાલ રાખે ત્યાં સુખ છે,સ્વર્ગ છે. નગરશેઠે પોતાના ધનનો લોકો માટે ઉપયોગ કર્યો. આ દક્ષીણના સંતે કોઈ મહાન શા†ીય ગ્રંથ લખ્યો નથી. પણ જીવન જીવતાં એમણે જે કઈ જાયું, અનુભવ્યુંતે વિશેએમણેતીરરૂ કુરલ’ નામના ગ્રંથમાં લખ્યું. પંડીતો આગ્રંથને માથે લઈ નાચ્યા. તીરૂ વલ્લુવરનું લખાણ ભકિત પર નથી, પરંતુ સદાચાર પ્રેમ ક્ષમા, શીલ, ધીરજ વગેરે વિષયો પર છે, જે જીવનોપયોગી છે. એ વિચારો આચરણમાં મુકવામાં આવે તો માણસ માણસ બને છે. એમનું પુસ્તક જીવનઘડતરનો ગ્રંથ છે.