શ્રમિકોના સ્થળાંતરણને કારણે આધુનિક કૃષિ મશીનરીના વેચાણમાં વૃદ્ધિ
કૃષિ ક્ષેત્રમાં મિકેનાઇજેશનના ભવિષ્યને પરિભાષિત કરતાં મુખ્ય મેગા ટ્રેન્ડ
મહામારીને પગલે શ્રમિકોના સ્થળાંતરણને કારણે મિકેનાઇઝેશનની સ્વીકાર્યતામાં વધારો થવાથી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કૃષિ મશીનરીના વેચાણમાં સારી વૃદ્ધિ થઈ છે. દુનિયાભરમાં કૃષિ ઉત્પાદન વધારવા મિકેનાઇઝેશન ચાવીરૂપ ગણાય છે. કેટલાંક અભ્યાસોમાં કૃષિ મિકેનાઇઝેશન અને ઉપજમાં વધારા વચ્ચે સીધો સંબંધ પ્રસ્થાપિત કર્યો છે.
વળીને એનાથી ખેડૂતોને કેટલાંક આર્થિક અને સામાજિક ફાયદા થયા છે. ભારતમાં કૃષિ મશીનરી ઉદ્યોગ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં અસંગઠિત વર્કશોપ દ્વારા બનતા ઓછી ટેકનોલોજીથી સજ્જ ઉપકરણ પર આધારિત છે. એટલે ટ્રેકટર ઉદ્યોગની જેમ એમાં ઝડપથી વૃદ્ધિની જરૂર છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ બ્રાન્ડે આ દિશામાં પ્રયાસો વધાર્યા છે.
આ ભારતમાં કૃષિ મશીનરી ઉદ્યોગ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં અસંગઠિત વર્કશોપ દ્વારા બનતા ઓછી ટેકનોલોજીથી સજ્જ ઉપકરણ પર આધારિત છે. એટલે ટ્રેકટર ઉદ્યોગની જેમ એમાં ઝડપથી વૃદ્ધિની જરૂર છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ બ્રાન્ડે આ દિશામાં પ્રયાસો વધાર્યા છે.
એનાથી ઉત્પાદનમાં રોજગારી, ટેકનોલોજીમાં પ્રગતિ, કૃષિલક્ષી આવકમાં વધારા તરફ દોરી જશે અને ભારત માટે નિકાસની તકો વધશે. ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ, મોડિફાઇડ એર મેનેજમેન્ટ સિસ્ટમ અને ટ્રીટમેન્ટ સિસ્ટમ પછી એક્ઝોસ્ટ સહિત ટેકનોલોજી ફેરફારો થયા છે. એનાથી સુનિશ્ચિત થશે કે કૃષિ મિકેનાઇઝેશન ભવિષ્યમાં જળવાઈ રહેશે. ડિલર નેટવર્ક અને કર્મચારીઓ આ નવી ટેકનોલોજી માટેની જરૂરિયાતો સ્વીકારવા ભવિષ્ય માટે સજ્જ થઈ રહ્યાં છે.
મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ તથા ટ્રેક્ટર એન્ડ મિકેનાઇઝેશન એસોસિએશન (ટીએમએ)ના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ (Hemant Sikka Mahindra Limited Farm Equipment President) કહ્યું હતું કે, “ખેડૂતોએ કૃષિ સાથે સંબંધિત સલાહકાર સેવાઓ પર, ભાડા પર અદ્યતન કૃષિ ઉપકરણની સુલભતા પર અને અદ્યતન સચોટ કૃષિ સમાધાનો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેથી તેમનો ખર્ચ ઘટે, ઉત્પાદકતા અને આવક વધે.”
ગ્રામીણ ભારતમાં ડિજિટલ ટેકનોલોજીને વેગ
અત્યારે અદ્યતન સંચાર ટેકનોલોજીઓ અને નેટવર્કે ઉપકરણ પર નજર રાખવા અને સચોટ નિયંત્રણ રાખવા માટે સુવિધા પૂરી પાડી છે. અદ્યતન કનેક્ટિવિટી ટેકનોલોજીઓ કૃષિમાં પરિવર્તન લાવી રહી છે. મહિન્દ્રા જેવી કંપનીએ માલિકો, ઓપરેટર, ડ્રાઇવર, ડિલર અને સર્વિસ ટીમને રિયલ-ટાઇમ આધારે ટ્રેક્ટર વિશે માહિતી મેળવવાના ઉદ્દેશ સાથે ટેકનોલોજી સમાધાનો વિકસાવ્યાં છે.
ખેડૂતો તેમના સ્માર્ટ ફોન સાથે જાેડાયેલી ટેલીમેટિક્સ ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને તેમના ફિલ્ડ ઉપકરણમાંથી માહિતી રિમોટલી કલેક્ટ કરવા અને માહિતીનું વ્યવસ્થાપન કરવા સક્ષમ બન્યાં છે. વાજબી સ્માર્ટ ફોન, સસ્તાં ડેટા પ્લાન્સ અને સરકારના ડિજિટલ ઇન્ડિયા પરના ભારને કારણે ગ્રામીણ ભારતમાં ડિજિટલ સ્વીકાર્યતાને વેગ મળ્યો છે.
મહત્વપૂર્ણ પરિવર્તનો
• મોટી સંખ્યામાં ડેટ કલેક્શન માટે માહિતી એકત્ર કરવાનું પ્રચલન વધ્યું છે
• સર્ચ વર્ડના ટાઇપિંગ ઉપરાંત ગ્રામીણ યુઝર્સ તેમના મોબાઇલ ફોન પર વોઇસ સર્ચનો ઉપયોગ કરીને નેવિગેટની સુવિધાનો લાભ લઈ રહ્યાં છે • ટેક્સ્ટને બદલે વિઝ્યુઅલ કન્ટેન્ટ (વીડિયો અને ઇમેજ) માટે પસંદગી વધી છે
• જાણકારી અને સલાહના સ્થાનિક સ્તોત્રો માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ઊભા થયા છે • સ્થાનિક ભાષાઓમાં સરળ ડાઉનલોડ કરી શકાય એવી એપ-આધારિત સલાહ સેવાઓ.
૩ ફજ – વોઇસ, વીડિયો અને વર્નાક્યુલર (સ્થાનિક ભાષા)ની સાથે ડિજિટલ સ્વીકાર્યતાને વેગ મળવાથી ખેડૂતો વચ્ચે માહિતીની અનિયમિતતામાં ઘટાડો થશે.
ભારતમાં કૃષિ મિકેનાઇઝેશન વેગ પકડશે
મહામારીએ મિકેનાઇઝેશનની સ્વીકાર્યતા વધારી છે, કારણ કે શ્રમિકોનું સ્થળાંતરણ થયું છે, જેના પગલે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કૃષિ મશીનરીના વેચાણમાં સારી વૃદ્ધિ થઈ છે. ભારતમાં કૃષિ મશીનરી ઉદ્યોગ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં અસંગઠિત વર્કશોપ દ્વારા બનતા ઓછી ટેકનોલોજીથી સજ્જ ઉપકરણ પર આધારિત છે.
એટલે ટ્રેકટર ઉદ્યોગની જેમ એમાં ઝડપથી વૃદ્ધિની જરૂર છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ બ્રાન્ડે આ દિશામાં પ્રયાસો વધાર્યા છે. એનાથી ઉત્પાદનમાં રોજગારી, ટેકનોલોજીમાં પ્રગતિ, કૃષિલક્ષી આવકમાં વધારા તરફ દોરી જશે અને ભારત માટે નિકાસની તકો વધશે.
સચોટ કૃષિમાં વધારો
ભારતમાં સચોટ ટેકનોલોજીનું ભવિષ્ય બે ઘટકો પર આધારિત છે. એક, સ્માર્ટ મશીનો સાથે કૃષિલક્ષી પ્રવૃત્તિઓનું ઓટોમેશન. બે, વિસ્તૃત કૃષિ માપદંડોનું રિમોટ સેન્સિંગ, જે આ મશીનોને ઇચ્છિત પરિણામો આપવા સચોટતા સાથે કામ કરવા સક્ષમ બનાવશે.
આ હાયપરસેક્ટરલ ઇમેજરી એનાલીટિક્સ દ્વારા હાંસલ થઈ શકશે, જે ઇમેજરીનું અર્થઘટન કરવામાં મદદરૂપ થશે અને ખેડૂતોને તેમના જમીન અને પાક વિશે જાણકારી મળશે. ફિલ્ડ વીડિયો કેમેરા, સેન્સર્સ અને ડ્રોનનો ઉપયોગ રિયલ ટાઇમમાં પાકની માહિતી એકત્ર કરવા માટે થશે. ઇમેજરી એનાલીટિક્સ, આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની ક્ષમતા નાનાં ખેડૂતો માટે વાણિજ્યિક લાભ આપવામાં મદદરૂપ થશે, ભવિષ્યમાં ખેતી માટે ઘણી સંભાવનાઓ ઊભી કરશે. એટલે સચોટ કૃષિ ઝડપથી વધવાની અપેક્ષા છે.
ઉપયોગદીઠ ચુકવણી પર ટ્રેક્ટર અને કૃષિ મશીનરી
આપણે નાનાં ખેડૂતોને ટેકનોલોજી સંચાલિત સેવાઓ પ્રદાન કરવાની જરૂર છે. ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા માટે આ સેવાઓને પ્રગતિશીલ, વાજબી અને સુલભ બનાવવી પડશે. ઉપયોગદીઠ ચુકવણી જેવા નવા ડિલિવરી મોડલથી ખેડૂતોને એકરદીઠ આવક વધારવામાં મદદ મળશે.
ખેડૂતોને વધારે અસરકારક કૃષિ ટેકનિકો અપનાવવામાં મદદરૂપ થવા સંપર્ણ પાક ચક્રમાં ફિઝિકલ અને ડિજિટલ સક્ષમ સેવાઓનો સારો સમન્વય પ્રદાન કરવાની જરૂર પડશે, જે એઆઈ કે આઇઓટી અને ડિજિટલ સોલ્યુશન્સ જેવી નવી ટેકનોલોજીઓ દ્વારા સંચાલિત હશે. ખેડૂતોએ કૃષિલક્ષી સલાહકાર સેવાઓ પર, ભાડા પર અદ્યતન કૃષિ ઉપકરણ મેળવવા અને અદ્યતન સચોટ કૃષિ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેથી તેમનો ખર્ચ ઘટે તથા ઉત્પાદકતા અને આવક વધે.
સ્ટાર્ટઅપ્સની ઇકોસિસ્ટમ
કૃષિનું ભવિષ્ય એવી ઇકોસિસ્ટમમાં છે, જે તમામ હિતધારકો માટે મૂલ્ય ઊભું કરે. કૃષિ ઇકોસિસ્ટમમાં ઉત્કૃષ્ટ જાેડાણની તકો છે, જેમાં કૃષિ મૂલ્ય સાંકળની સાથે અતિ જટિલતા અને વિષમતા છે. ઉત્પાદન કેન્દ્રિત કંપનીઓ ડિજિટલ યુગમાં સ્પર્ધા કરવા પ્લેટફોર્મ-કેન્દ્રિત મોડલનો ઉપયોગ કરવા સતત આતુર છે.
મૂલ્ય સાંકળ અને વેલ્યુ નેટવર્કની સાથે ઉત્પાદકો અને અન્ય વ્યવસાયો વચ્ચે જાેડાણની સુવિધા આપવા પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે તેમજ કૃષિને એક યુનિટ તરીકે કામગીરી વધારવા પ્રોત્સાહન આપવું પડશે. એઆઇ/એમએલ સહિત ઇન્ટેલિજન્ટ અલ્ગોરિધમ સાથે પ્લેટફોર્મ ઉત્પાદનની કામગીરી, પેમેન્ટનું ડિજિટાઇઝેશન, પુરવઠા પર નજર રાખવા જેવી કામગીરીની વધારે સારી સુવિધા આપશે.