શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓની સલામતી માટે તાલીમ કાર્યક્રમો યોજાશે

આ જનજાગૃતિ અભિયાનમાં ભાગ લેવા સ્વૈચ્છિક સંસ્થાઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગમાં આવેદન મોકલવા અનુરોધ
ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓની સલામતી માટે વિવિધ તાલીમ કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે. આ જનજાગૃતિના અભિયાન માટે વિવિધ સંસ્થાઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગમાં પોતાનું આવેદન મોકલવાનું રહેશે.
ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજ્યની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સરકાર તરફથી શ્રમ અને રોજગાર વિભાગના ઔદ્યોગિક ક્ષેત્રમાં સલામતી અને સ્વાસ્થ્ય તંત્ર માટે પ્રચાર પ્રસાર અને સલામતી અંગેની જાગૃતિ લાવવા અંગેના તાલીમ કાર્યક્રમો અને હોડીંગ દ્વારા
એટલે કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ અને જાહેર જનતાની જનજાગૃતિ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આ બાબતની કામગીરીનો અનુભવ ધરાવતી હોય તેઓએ પોતાના લેટર પેડ પર, સંસ્થાના નોંધણીના પ્રમાણપત્રની નકલસહ, તેઓએ ઔધોગિક ક્ષેત્રમાં સલામતી
અને સ્વાસ્થ્ય અંગે કરેલ કાર્યવાહી એક દિવસ તથા બે દિવસના તાલીમ કાર્યક્રમોની રૂપરેખા, પોતાની પાસે હયાત ક્વોલીફાઈડ સ્ટાફ તથા હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી તથા ખર્ચની વિગતોની સહીતની દરખાસ્ત ડાયરેક્ટર શ્રી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ૩જો માળ, શ્રમભવન, રુસ્તમ કામા માર્ગ, ખાનપુર, અમદાવાદને તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમાં પહોચતી કરવાની રહેશે.