શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો

શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો
શ્રાવણના પ્રથમ દિવસે નર્મદા માતાનુ પવિત્ર જળ ઓમકારેશ્વર મધ્યપ્રદેશ થી પગપાળા દોઢમાસ નો પ્રવાસ ખેડી લઇઆવેલ કાવડીયા રાજેશ બાપુ એ કોરોના મહામારી થી વિશ્વનું સોમનાથ દાદા રક્ષણ કરે, સદ્ ગતના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને નર્મદાજળ અર્પણ કર્યુ હતુ.
માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી કે લહેરીએ પરીસરમાં વહેલી સવારે વ્યવસ્થા નું નિરીક્ષણ કરેલ હતું. સોમનાથ મહાદેવને વિવિધ પીતાંબર ફુલોનો મનમોહક શૃંગાર કરવામાં આવેલ હતો.