શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનુ ઘોડાપુર સોમનાથ મહાદેવના શરણે ઉમટ્યુ

Somnath temple, Gujarat
શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મંદિરના દ્વારો 4-00 વાગ્યે ખુલતા પદયાત્રીઓ ભક્તોએ લાઇન બધ્ધ સુનિયોજીત વ્યવસ્થા પ્રમાણે ભક્તોએ દર્શન કરી રહેલ છે. લાઇનો મંદિર બહાર પણ સુંદર રીતે પોલીસ પ્રસાશન અને સોમનાથ સીક્યોરીટી દ્વારા ગોઠવવામાં આવેલ. મહાદેવની પ્રાતઃઆરતી મહાપુજનનો દુર-દુર થી આવતા ભક્તોએ લ્હાવો લીધો હતો.
સવારે 9-00 વાગ્યે મંદિર પરિસરમાં શ્રાવણી સોમવારે પારંપરીક પાલખીયાત્રા પસાર થઇ હતી, મહાદેવ નગરચર્યા એ નીકળે ત્યારે ભક્તો હર હર ના નાદ અને પુષ્પો સાથે સ્વાગત કરેલ હતુ. આ પ્રસંગે પાલખી પૂજન ટ્રસ્ટના માન. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ કરેલુ હતુ તેમજ પ્રાતઃઆરતી પાલખીયાત્રા સહીતના કાર્યક્રમોમાં માન.ટ્રસ્ટી સેક્રેટરી સાહેબની પ્રેરક ઉપસ્થીતી અને માર્ગદર્શન મળેલ હતુ.
જામનગરના વિક્રમસિંહ જાડેજા પરિવાર દ્વારા શ્રાવણના પ્રથમ સોમવારે પાધ ચડાવવા પરંપરા શરુ કરેલ, જેમાં શ્રાવણના સોમવારે મંદિર નિર્માણ જેમના કરકમલોથી થયુ તેવા જામ સાહેબ દિગ્વિજયસિંહના સમયકાળમાં મંદિરના વાઘા અને પાઘ તૈયાર કરતા પારંપરીક કારીગર પરિવાર જામનગરના ગોપાલભાઇ શાંતીભાઇ પીઠડીયા દ્વારા 1 માસની મહામહેનતથી આ પાઘ તૈયાર કરાયેલ. આ પરિવાર દરવર્ષે મહાદેવને રક્ષાબંધને રાખડી અર્પણ કરવાની અનોખી પરંપરા શરૂ કરી અનોખી શિવભક્તિ કરી રહેલ છે.
ચલતા બોલ બમ ગૃપ છત્તીસગઢ (બિલાસપુર) ના 21 મેમ્બર્સ કાવડયાત્રામાં કાશી ત્રિવેણી સંગમનુ ગંગાજળ લઇ સોમનાથ આવેલ, તેઓ દ્વાદશ જ્યોતિર્લિંગ દરવર્ષે કાવળ લઇ જતા હોય છે, જેઓ આજે સોમનાથ શ્રાવણના પ્રથમ સોમવારે પહોચેલ. આ પરંપરા તેઓએ 2003 માં શરૂ કરૂ હતી.