શ્રાવણી (નારિયેળી) પુનમે શામળાજી મંદિરમાં ભગવાન કાળિયા ઠાકોરને ભક્તોએ રાખડી અર્પણ કરી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરમાં દર પૂનમે મોટી સંખ્યામાં શામળિયા ભગવાનના દર્શનાર્થે ઉમટે છે પવિત્ર શ્રાવણ મહિનાનું અને શ્રાવણી પુનમનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ હોવાથી નારિયેળી પુનમે વહેલી સવાર થી ભક્તોનું ઘોડાપુર કાળીયાદેવ ના દર્શનાર્થે ઉમટ્યું હતું
મોડી રાત્રી સુધી ભક્તોનો ધસારો યથાવત રહ્યો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમણ ફેલાય નહિ તે માટે સરકારી ગાઈડલાઈન પ્રમાણે ભક્તોને દર્શન શાંતિપૂર્વક થાય અને અગવડ ના પડે તેની તકેદારી લીધી હતી શ્રાવણી પૂનમ લઈને શામળાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.શામળાજી મંદિરમાં રક્ષાબંધન પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભક્તોએ ભગવાન શામળીયાને વિવિધ પ્રકારની અવનવી રાખડી અર્પણ કરી જગતના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી