શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
અમદાવાદ, શ્રાવણ માસનો બીજાે સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવાલયોમાં ઉમટ્યા પડયા હતાં.અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોને શિવજીની પૂજા અર્ચના કરી હતી. ઉલ્લેખનિય છે કે રામેશ્વર મહાદેવ મંદિરે ૨૧ ફુટ ઉંચા શિવલિંગ દર્શનથી ૧૨ જ્યોતિર્લિંગ સાથે દર્શન થતા હોવાથી સોમવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએે ભગવાન શિવને જળાભિષેક કરી બિલીપત્ર અને પુષ્પ અર્પણ કરી ઘન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનિય છે શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે.. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવી હતી. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.
પૂર્વ અમદાવાદમાં શ્રાવણ માસને લઇને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર, સારંગપુરમાં આવેલા કર્ણમુક્તેશ્વર મંદિર, ઇન્દિરાબ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલ ગામનું પ્રાચિન શિવ મંદિર, સિંગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટની દિવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતાં.HS