શ્રાવણ માસ માટે સોમનાથના દર્શન માટેના સમયમાં ફેરફાર
શ્રાવણ માસમાં મંદિર સવારે ૬.૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલાશે તો રાત્રે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે
સોમનાથ, શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે ૬. ૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલવામાં આવશે. તો સાંજે ૭.૩૦ ના બદલે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. રાજ્ય સરકારના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઈડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઈડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરૂર પડે તો જે-તે જીલ્લા કલેક્ટર પોતાના જિલ્લાની સ્થિતિ મુજબ નોટિફિકેશન બહાર પાડી શકશે.
શ્રાવણ માસ માટે કોઈ નવી ગાઈડલાઇન રાજ્ય સરકાર દ્વારા પાડવામાં આવી નથી. સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ, ગુજરાતભરના મંદિરો માટે જુની અનલાૅક ૨ ની ગાઇડલાઇન જ યથાવત રહેશે. મંદિર અને ધાર્મિક સ્થાનોમા પણ તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગેરેના નિયમોનુ પાલન કરવુ પડશે. જુની ગાઈડલાઇન મુજબ મંદિરમાં પ્રસાદ પણ નહિ અપાય.
ગીર સોમનાથમાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને શનિવાર, રવિવાર અને સોમવારના દિવસોમાં સવારે ૬.૦૦ થી ૬.૩૦ અને સાંજે ૭.૩૦ થી ૯.૧૫ સુધી વિશેષ દર્શનનો સમય રહેશે. સામાન્ય દિવસોમાં સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ અને બપોરે ૧૨.૩૦ થી ૬.૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે.