શ્રિયા સરણે એક વર્ષ પછી પોતાની દીકરીનો ફોટો બતાવ્યો
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શ્રિયા સરણ, કે જે એસએસ રાજમૌલીની અપકમિંગ ફિલ્મ આરઆરઆરમાં જાેવા મળવાની છે, તેણે સોમવારે રાતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ફેન્સને જબરદસ્ત સરપ્રાઈઝ આપી હતી. એક્ટ્રેસની આ સરપ્રાઈઝની ચર્ચા આજે પણ યથાવત્ છે. વાત એમ છે કે, શ્રિયા સરણ અને તેનો પતિ આંડ્રેઈ કોસ્ચિવના ઘરે પારણું બંધાયું છે અને તેઓ દીકરીના માતા-પિતા બન્યા છે.
શ્રિયા સરણ આ વર્ષે નહીં પરંતુ ગયા વર્ષે એટલે કે ૨૦૨૦માં મા બની હતી અને છેક હવે તેણે જાહેરાત કરી છે. દીકરીનો પરિચય કરાવતા, શ્રિયાએ તેનો બેબી બમ્પ દેખાડતી તસવીર પણ શેર કરી છે.
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેનો પતિ બેબી કપમાં કંઈક પીતો જાેવા મળી રહ્યો છે અને તે દીકરીને રમાડી રહી છે. બાદમાં એક્ટ્રેસનો પતિ ત્યાંથી ઉભો થાય છે અને દીકરીને તે કપમાંથી પીવડાવવાનો પ્રયાસ કરે છે અને મા-દીકરીને કિસ કરે છે. વીડિયોના અંતમાં શ્રિયા સરણનો પતિ તેના બેબી બમ્પ પર કાન રાખીને બેઠો હોય તેવી તસવીર છે.
વીડિયોની સાથે એક્ટ્રેસે લખ્યું છે હેલ્લો, ૨૦૨૦નો ક્વોરન્ટિન ટાઈમ અમારા માટે યાદગાર રહ્યો. જ્યાં એક તરફ સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ થઈ હતી, તો અમારી દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. અમારી દુનિયા સાહસ, ઉત્સાહ અને શીખથી ભરેલી હતી.
અમારી દુનિયામાં એક પરી આવી, અમે ભગવાનનો આભાર માનીએ છીએ’. શ્રિયા સરણે વીડિયો શેર કરતાં જ ઈન્ડસ્ટ્રીના મિત્રો કપલ પર અભિનંદનના મેસેજનો વરસાદ કરી રહ્યા છે.
લારા દત્તાએ કોમેન્ટમાં લખ્યું છે શ્રેષ્ઠ ન્યૂઝ અભિનંદન. અરસદ વારસીની પત્ની મારિયાએ લખ્યું છે ‘ઓહ માય માય માય ગોડ, આ સારા ન્યૂઝ છે. ખૂબ બધા આશીર્વાદ, ખૂબ બધો પ્રેમ’ શ્રિયા સરણે બોયફ્રેન્ડ સાથે ૧૨ માર્ચ, ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. આ વર્ષના ઓગસ્ટમાં તે બાર્સિલોના છોડીને ભારત પરત આવી છે. તેનો પતિ નેશનલ લેવલના ટેનિસ ખેલાડીની સાથે-સાથી બિઝનેસમેન પણ છે.SSS