Western Times News

Gujarati News

શ્રીકૃષ્ણ બોલાવી રહ્યા છે કહી છોકરી ઘર છોડી જતી રહી

ગાંધીનગર, ગાંધીનગરમાં રહેતી છોકરીને મીરાબાઈની જેમ જ કૃષ્ણ ભક્તિમાં સંસાર છોડવાનો વિચાર આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ તેને મળવા બોલાવી છે તેવું તેને સતત લાગ્યા કરતું હતું.

જેથી તેણે એક દિવસ પોતાનું ઘર છોડીને દ્વારિકાની વાટ પકડી હતી. જાે કે, પોલીસે દ્વારિકા જતી ટ્રેનમાંથી સગીરાને શોધી પરિવારને હવાલે કરી હતી. મીરાબાઈની જેમ જ કૃષ્ણ ભક્તિમાં પોતાનું ઘર છોડવા તૈયાર થયેલી છોકરીનો કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરની જાણીતી સ્કૂલમાં ભણતી છોકરી તેના મામાના ઘરે હે છે. બાળપણથી જ છોકરીને કૃષ્ણભક્તિમાં ચિત્ત લાગેલુ હતું. પ્રભુસ્મરણમાં રત રહેતી અચાનક ઘરનમી બહાર નીકળ્યા બાદ પરત ન આવી એટલે પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન પરિવારને સગીરાએ ઘર છોડતા પહેલા લખેલી ચિટ્‌ઠી મળી. જેમાં લખ્યું હતું કે, ભગવાન કૃષ્ણ સાથે મારે સીધું કનેક્શન છે, ભગવાન મને મળવા બોલાવી રહ્યા છે અને હવે હું તેમને મળવા દ્વારિકા જઈ રહી છુ.

છોકરીની ચિટ્‌ઠી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં તો પોલીસને પણ છોકરીના કૃષ્ણ ભક્તિના કિસ્સા પર વિશ્વાસ ના થયો. જાે કે, પરિવારની કેફિયત સાંભળી પોલીસે તરત જ રેલવે પોલીસની મદદ લીધી હતી.

તપાસ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પર છોકરીના ફૂટેજ મળી આવ્યા હતા. જેથી પોલીસે દ્વારિકા જતી ટ્રેનમાં તપાસ કરીને છોકરીને શોધી કાઢી હતી. પોલીસે પરિવારજનોને જાણ કર્યા બાદ છોકરીને પરત ઘરે જવા માટે સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા.

દરમિયાન આ ઉંમરે ઘર છોડવાની નહીં પરંતુ અભ્યાસ કરવાની જરૂર છે અને કૃષ્ણ ભક્તિમાં પરિવારજનો વચ્ચે નહીં આવે તેવું આશ્વાસન આપીને છોકરીને પરત ઘરે જવા માટે રાજી કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.