શ્રીગંગાનગરમાં આજે ૧૦૧ રૂપિયે પેટ્રોલ વેચાઈ રહ્યું છે
નવી દિલ્હી: આજે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ ૮૬.૩૦ રૂપિયા પ્રતિ લીટર રહી.
પેટ્રોલિયમ કંપનીઓ તરફથી બુધવારે ભાવ વધાર્યા બાદ અનેક શહેરોમાં કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. કંપનીઓ તરફથી ભાવ વધારવાના કારણે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ ૧૦૧ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૩ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે.
આમ જાેવા જઈએ તો આ વર્ષે ૨૯ દિવસમાં માત્ર ૧૦ દિવસ જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. પરંતુ આ દરમિયાન પેટ્રોલનો ભાવ ૨.૫૯ રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ચૂક્યો છે. આ વર્ષે ડીઝલના ભાવમાં પણ ૨.૩૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દિલ્હી- પેટ્રોલ ૮૬.૩૫ રૂપિયા અને ડીઝલ ૭૬.૪૮ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૨.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૩.૩૦ રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ ૮૭.૬૯ રૂપિયા અને ડીઝલ ૮૦.૦૮ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૮૮.૮૨ રૂપિયા અને ડીઝલ ૮૧.૭૧ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે.
પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક ઇજીઁ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક મોકલીને ભાવ જાણી શકે છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.