શ્રીદેવી સાથે અનુપમા ફેમ રુપાલી ગાંગુલીની સરખામણી
મુંબઈ: અનુપમા’ ફેમ રુપાલી ગાંગુલી તેના પોપ્યુલર શોની સફળતાને માણી રહી છે. તે તેના કરિયરમાં પ્રતિભાશાળી પાત્રો ભજવવા માટે જાણીતી છે. છેલ્લા ઘણા વર્ષોથી તે ‘સારાભાઈ વેસ સારાભાઈ’ના પાત્ર મોનિશા સારાભાઈ તરીકે ઓળખાતી હતી. પરંતુ જ્યારથી તેનો શો ‘અનુપમા’એ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે ત્યારથી, લોકો તેને ‘અનુપમા’ તરીકે ઓળખે છે. ‘અનુપમા’ સીરિયલના લાખો દર્શકો છે, પરંતુ ભાગ્યે જ કોઈ એક્ટ્રેસનું સાચું નામ જાણતા હતા.. રુપાલી ગાંગુલાએ કરિયર દરમિયાન સંજીવની, કહાની ઘર ઘર કી, પરવરિશ તેમજ સારાભાઈ વેસ સારાભાઈ જેવા શો કર્યા છે. એક ઈન્ટરવ્યૂમાં રુપાલી ગાંગુલીએ જણાવ્યું કે, તે તેની પ્રેરણામૂર્તિ, દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી પાસેથી પ્રેરણા લે છે. તેણે તેવો પણ ખુલાસો કર્યો કે, ઘણા લોકોએ તેને કહ્યું છે
‘અનુપમા’માં તે શ્રીદેવી જેવી દેખાઈ છે. સરખામણી પર રુપાલીએ કહ્યું કે, ‘મને ખૂબ ખુશી થાય છે, કારણ કે તેઓ મારા આઈડલ રહ્યા છે. તેઓ એવા વ્યક્તિ છે, જેને જાેઈને આપણે મોટા થયા છે, મેં તેમની તમામ ફિલ્મો જાેઈ છે. મેં તેમની મિ. ઈન્ડિયા, ચાલબાઝ, ચાંદની તેમ લમ્હે જેવી કેટલીક ફિલ્મો થિયેટરમાં ૮થી ૧૦ વખત જાેઈ છે. મને શ્રીદેવી ગમે છે અને મને લાગે છે કે જ્યારે તમે કોઈને આઈડલ માનો છો, ત્યારે તેમની થોડી ઝલક તમારામાં પણ જાેવા મળે છે. મેં તેમની તમામ ફિલ્મો કેટલીયવાર જાેઈ જશે.
‘સંજીવની’ માટે ‘લાડલા’ મારી રેફરન્સ ફિલ્મ હતી. ‘સારાભાઈ દૃજ સારાભાઈ’ માટે ‘ચાલબાઝ’ મારી રેફરન્સ ફિલ્મ હતી. પરંતુ, ‘અનુપમા’ માટે મારા પિતાની ફિલ્મ કોરા ‘કાગઝ’ને રેફરન્સમાં લઈ રહી છું’ દૈનિક ધારાવાહીક સીરિયલો સિવાય રુપાલી ગાંગુલીએ ગોવિંદા સાથે ફિલ્મ ‘દો આંખે બારાહ હાથ’માં પણ કામ કર્યું છે. વધારે બોલિવુડ પ્રોજેક્ટ કેમ ન સ્વીકાર્યા તે અંગે એક્ટ્રેસે કહ્યું કે, ‘જ્યારે તમે તમારા પિતાની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જુઓ છો, ત્યારે તે એકદમ અલગ છે. પરંતુ જ્યારે તમે જઈને કામ માગો, ત્યારે તે એકદમ અલગ છે.