શ્રીનગરના બટમાલૂમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી પોલીસને નિશાન બનાવી છે. રવિવારે મોડી સાંજે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ ભાગી ગયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદીઓએ કાશ્મીરના બટમાલૂ વિસ્તારની એસડી કોલોનીમાં પોલીસ કોન્સ્ટેબલ ૨૯ વર્ષીય તૌસીફની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસ કોન્સ્ટેબલને માથામાં ગોળી વાગી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
આતંકવાદીઓની શોધમાં સ્થાનિક પોલીસ અને સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહીથી ગભરાયેલા આતંકવાદીઓ નાગરિકો, પોલીસ અને સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે.
બે દિવસ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરમાં જીદ્ભૈંસ્જી મેડિકલ કોલેજની બહાર સુરક્ષા દળોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ ભાગી ગયા હતા. રાહતની વાત એ છે કે, આતંકવાદીઓના ગોળીબારમાં સુરક્ષા દળના કોઈ જવાનને નુકસાન થયું નથી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓની શોધમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગોળીબાર બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જાે કે, મેડિકલ કોલેજમાં સામાન્ય લોકોની ભીડનો લાભ લઈને આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. શ્રીનગર પોલીસે તેના ટિ્વટર હેન્ડલ પર લખ્યું, ‘બેમિના વિસ્તારમાં સ્થિત હોસ્પિટલ નજીક આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એક ટૂંકી અથડામણ થઈ.
નાગરિકોની હાજરીનો લાભ લઈને આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરવામાં આવી છે. આ માટે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી લાવવામાં આવશે.SSS