શ્રીનગરમાં અથડામણમાં તૌયબાના બે આતંકીનાં મોત
શ્રીનંગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર એ તૌયબાના બે આતંકીઓ માર્યા ગયા છે.
પોલીસના કહેવા પ્રમાણે ગઈકાલે મધરાતથી વિસ્તારની ઘેરાબંધી કરીને કોમ્બિંગ શરૂ કરાયુ હતુ અને એ પછી આતંકીઓએ ગોળીઓ વરસાવવાનુ શરૂ કર્યુ હતુ. જેની સામે સીઆરપીએફ અને પોલીસે વળતો જવાબ આપ્યો હતો. આ બંને આતંકીઓ સ્થાનિક છે.
પોલીસનુ કહેવુ છે કે, મરનારા એક આતંકી પાસેથી પ્રેસનુ આઈ કાર્ડ મળ્યુ છે. જે મીડિયાના દુરપયોગનો સંકેત આપી રહ્યુ છે. મરનાર આતંકી રઈસ અહમદ ભટ્ટ એક અજાણી ન્યૂઝ સર્વિસ વેલી મીડિાય સર્વિસનો એડિટર ઈન ચીફ હોવાનુ તેના કાર્ડ પર લખ્યુ છે.
અહમત ભટ્ટ ગયા વર્ષે આતંકી સંગઠન લશ્કરમાં સામેલ થયો હતો અને તેનુ નામ વોન્ટેટ આતંકીઓના લિસ્ટમાં હતુ. તેની સામે પહેલેથી જ બે એફઆઈઆર હતી.SSS