શ્રીનગરમાં સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને ગ્રેનેડ હુમલો કરાયો : 1નું મોત, 15 ઘાયલ
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આંતકવાદીઓએ ફરી એકવાર સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો છે. શ્રીનગરના હરિ સિંહ રોડ પર આતંકવાદીઓ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો જેમાં બીનકાશ્મીરીનું મોત નીપજ્યું છે જ્યારે પંદરથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. છેલ્લા પંદર દિવસમાં સેના પર થયેલો આ બીજો ગ્રેનેડ હુમલો છે. જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજીત કરવાના નિર્ણયને લાગૂ કર્યાના ચાર દિવસ બાદ જવાનો પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા દિવાળીના એક દિવસ પહેલા એટલે 28 ઓક્ટોબરના રોજ શ્રીનગરના કાકાસરાએમાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદીઓ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.