શ્રીનગર એરપોર્ટ પરથી ગુલામ નબી આઝાદને પાછા દિલ્હી મોકલવામાં આવ્યા
શ્રીનગર, કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદને પાછા દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીર અને તેમને આજે શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી તે પ્રથમ વખત ત્યાં પહોંચ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન પછી, કાશ્મીર ખીણની પરિસ્થિતિની નજીકથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવલ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમણે ખીણના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને સુરક્ષા દળોના જવાનોને મળ્યા હતા અને તેમની સાથે સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. કોઈ પણ વ્યક્તિને ઈજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી હતી.