શ્રીનગર- બારામુલા હાઈવે પર આઇઇડીનો જથ્થો ઝડપાયો
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. હકિકતમાં શ્રીનગર બારામુલા રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક આઈઈડી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. જે એક પેટ્રોલ પંપની પાસે મળી હતી. જેને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. મોટી જાનહાની ટળી ગઈ છે.
શ્રીનગર બારામુલા રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક મોટી જાનહાની ટળી છે. અહીં એક પેટ્રોલ પંપની બાજુમાં ૨૯ઇઇની ઇર્ંઁને પેટ્રોલ પાસે શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળી હતી. જેને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર નથી બની, પણ આ અત્યારે વધારે ભયાનક છે જ્યારે ગુપ્તચર એજન્સીએ આતંકવાદી હુમલાના ઈનપુટ આપ્યા છે. એટલું જ નહીં ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવામાં આવી હતી. તેની આ પહેલી વર્ષગાંઠ છે. ત્યારે કેટલાક લોકોને તેને બ્લેક ડે તરીકે ઉજવવાની ફિરાકમાં છે. તો બીજી તરફ આ જ દિવસે ૫ ઓગસ્ટે રામ જન્મભૂમિનું પૂજન થવા જઈ રહ્યું છે. આ તમામ એલીમેન્ટને ધ્યાનમાં રાખી સુરક્ષાને પગલે અહીં ૪-૫ ઓગસ્ટના રોજ કર્ફ્યૂ લાધવામાં આવ્યો છે.