શ્રીનગર લાલચોકમાં મહિલાઓનું પ્રદર્શન
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ શ્રીનગરમાં આજે મહિલાઓએ પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનકારીઓમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પુત્રી સાફિયા અલ્દુલ્લા ખાન અને બહેન સુરૈયાએ પણ સામેલ રહી હતી. પોલીસે આ બંને મહિલાઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ મહિલાઓની અટકાયત કરી હતી. આ તમામ મહિલાઓ જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશને વેચવાનો વિરોધ કરી રહી હતી. હોર્ડિંગ્સની સાથે આ મહિલાઓએ લાલ ચોક પર પ્રતાપ પાર્કમા એકઠી થઈ હતી.
જે બાદ તેઓએ પ્રદર્શન શરૂ કર્યુ હતું. પોલીસે ત્યાં પહોંચીને મહિલાઓને વેરવિખેર કરી લગભગ એક ડઝનથી વધુ મહિલાઓની અટકાયત કરી હતી. ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા પહેલેથી જ અટકાયત કરી હતી. ફારૂક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત પકડવામાં આવ્યા છે.