શ્રીનાથ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી મોડાસાની જનરલ સભા યોજાઇ
(પ્રતિનિધિ) બાયડ, મોડાસા નગરની અગ્ર ગણ્ય સંસ્થા શ્રીનાથ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સામાન્ય જનરલ સભા ચેરમેન શ્રી સુરેન્દ્રભાઈ જે. શાહ ના અધ્યક્ષ સ્થાને તા. ૩૦/૦૬/૨૦૧૯ ને રવિવાર ના રોજ કોટીયર્ક હોલ મોડાસા મુકામે મળી હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સૌ પ્રથમ મંડળીના ચેરમેને સ્વાગત પ્રવચન કર્યા બાદ અવસાન પામેલ શેર હોલ્ડરો માટે શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યાર બાદ ગત સાધારણ સભાનું પ્રોસેડીંગ વર્ષ ૨૦૧૭-૧૮ ના હિસાબો ૧૨ ટકા ડિવિડન્ડ તથા ધોરણ ૧ થી ૧૨ માં વધુ માર્કસ મેળવી ઉત્તીર્ણ થયેલ શેર હોલ્ડરો ના બાળકોનું મોમેન્ટો આપી નવાઝવામાં આવ્યા હતા તા. ૩૧/૦૩/૨૦૧૯ રોજ રૂ઼.૫૪.૭૫.૩૩૦/- તોનો ચોખ્ખો નફો કરેલ છે.
અરવલ્લી જીલ્લામાં મંડળીને પ્રથમ સ્થાન મળતા સભાસદો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સભાની શરૂમાં મેને. ડિરેક્ટર શ્રી પરેશભાઇ બી મહેતા તથા શ્રી મેને. ડિરેક્ટર શ્રી વીરેન એચ. શાહે મંડળીનો અહેવાલ આપ્યો હતો તથા આભાર વિધિ વા.ચેરમેન ડા. મુકેશભાઈ આર. શાહે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના મેનેજરશ્રી પ્રકાશભાઈ કે. શાહે કર્યું હતું.*