શ્રીનિવાસનની દિકરી રૂપા તમિલનાડુ ક્રિકેટની અધ્યક્ષ બની
બીસીસીઆઈના BCCI પૂર્વ અધ્યક્ષ Former President એન શ્રીનિવાસનની N. Srinivasan દિકરી રૂપા ગુરુનાથ rupa Gurunath તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશનની Tamilnadu Cricket Association અધ્યક્ષ બની છે. ગુરુવારે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાંની Chepok Stadium 87મી વાર્ષિક સામાન્ય annual general meeting બેઠક દરમિયાન આ પદ માટે તેને પસંદ કરવામાં આવી હતી. તેની સામે અન્ય કોઈ ઉમેદવાર હાજર ન હતો. તે સાથે જ તે બીસીસીઆઈથી જોડાયેલા કોઈ પણ રાજ્ય સંગઠનમાં અધ્યક્ષ બનનાર દેશની પહેલી મહિલા બની છે.
અધ્યક્ષ બન્યા પછી રૂપા હવેથી બીસીસીઆઈની બેઠકોમાંનું પ્રતિનિધિત્વ કરશે. પદ માટે અપ્લાઇ કરવાનો છેલ્લો દિવસ બુધવાર હતો અને છેલ્લે સુધી અન્ય કોઈ ઉમેદવારે આ પદ માટે અપ્લાઇ કર્યું ન હતું. રૂપ તમિલનાડુ ક્રિકેટ સંઘ માટે પસંદ થયેલ ક્રિકેટ સંઘની 87મી અધ્યક્ષ બની છે.