શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરે 25 વર્ષોનો ‘રજત મહોત્સવ’ ઉજવ્યો
શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરે પોતાના યશસ્વી 25 વર્ષોનો ‘રજત મહોત્સવ’ હાલમાં જ, તેના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પાવન ઉપસ્થિતિમાં શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં ઉજવ્યો હતો. તેમાં પ્રથમ દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય સંતો જોડાયા હતા.
તેના શુભારંભે શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં સ્થાપિત શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશ્વની સૌથી મોટી 34 ફૂટના પ્રતિમાજીનો, હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈના પાવન હસ્તે મહામસ્તકાભિષેક કરવામાં આવ્યો હતો.
ફોટો 2 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં વિશ્વભરથી હજારો અનુયાયીઓએ એકત્રિત થઇ પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈના આત્મકલ્યાણકારી અને રોચક પ્રવચનનું શ્રવણ કર્યું હતું
ફોટો 3 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં દરરોજ રાત્રે વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજાયા હતા, મિશનના કલાકારો દ્વારા મિશનનો ભવ્ય લોગો રચવામાં આવ્યો હતો.
ફોટો 4 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં દરરોજ રાત્રે વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમાં દિવ્યાંગ કલાકારો દ્વારા વિશ્વની પ્રથમ વ્હીલચેર નૃત્યનાટિકા ‘મિરેકલ ઓન વ્હીલ્સ’ ની પ્રસ્તુતિ થઇ હતી.
ફોટો 5 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પાવન ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા.
ફોટો 6 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં પોતાની શુભકામનાઓ દર્શાવવા પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રજત મહોત્સવના સંભારણારૂપ મોમેન્ટો આપતાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈ
ફોટો 7 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં પોતાની શુભકામનાઓ દર્શાવવા પધારેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામીને રજત મહોત્સવના સંભારણારૂપ મોમેન્ટો આપતાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈ
ફોટો 8 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં પોતાની શુભકામનાઓ દર્શાવવા પધારેલ મનન આશ્રમના અધિષ્ઠાતા પૂજ્ય સ્વામી શ્રી તદ્રુપાનંદ સરસ્વતીજી અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈ
ફોટો 9 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં 31મી ડિસેમ્બરની રાત્રિએ વિશ્વભરથી પધારેલ હજારો અનુયાયીઓને પોતાની જોશીલી થનગનતી ભક્તિથી ડોલાવતાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કૈલાશ ખેર
ફોટો 10 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવમાં 31મી ડિસેમ્બરની રાત્રિએ વિશ્વભરથી પધારેલ હજારો અનુયાયીઓને પોતાની જોશીલી થનગનતી ભક્તિથી ડોલાવતાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કૈલાશ ખેર
ફોટો 11 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવ નિમિત્તે યોજાયેલ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં યોજાયેલ ‘એસ.આર.એમ.ડી. યુથ ફેસ્ટિવલ’માં વિશ્વભરથી આવેલ યુવાઓ સેવાકાર્યોમાં જોડાયા હતા. સ્થાનિક શાળા ‘શ્રીમદ્દ રાજચંદ્ર ગુરુકુળ’માં ભોજન પીરસતા યુવાઓ
ફોટો 12 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવ નિમિત્તે યોજાયેલ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં યોજાયેલ ‘એસ.આર.એમ.ડી. યુથ ફેસ્ટિવલ’માં વિશ્વભરથી આવેલ યુવાઓ સેવાકાર્યોમાં જોડાયા હતા. સ્થાનિક વયસ્કો માટે આયોજિત આનંદમેળામાં વૃધ્ધોને તેલમાલિશ કરી આનંદ આપતા યુવાનો
ફોટો 13 – શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના 25 ગૌરવવંતા વર્ષોની ભવ્ય ઉજવણી કરતાં રજત મહોત્સવ નિમિત્તે યોજાયેલ શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં યોજાયેલ ‘એસ.આર.એમ.ડી. યુથ ફેસ્ટિવલ’માં વિશ્વભરથી આવેલ યુવાઓ સેવાકાર્યોમાં જોડાયા હતા. સ્થાનિકોને નિઃશુલ્ક પગરખાનું વિતરણ કરતાં યુવાઓ