શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા “સેરેબ્રલ પાલ્સી ડે” ની ઉજવણી
શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર રાજકોટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે “સેરેબ્રલ પાલ્સી ડે” ની ઉજવણી કરવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવમાં 50 મીટર દોડ, ફેન્સી ડ્રેસ, શો ટેલેન્ટ શો તથા ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું આ બધી સ્પર્ધાઓમાં ૨૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ ના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, પૂજાબેન પટેલ તથા ભાવનાબેન જોષીપુરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા બાળકોને ઇનામ તથા ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા