શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સનો ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 84.3 ટકા વધ્યો
શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ લિમિટેડે માર્ચ, 2021ના ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા –
મુંબઈ, અગ્રણી સ્મોલ બિઝનેસ ફાઇનાન્સિયર શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ લિમિટેડ (શ્રીરામ સિટી)એ માર્ચ, 2021માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ માટે એના પરિણામોની જાહેરાત કરી હતી.
લોનનું વિતરણ વાર્ષિક ધોરણે 21.3 ટકા અને ત્રિમાસિક ધોરણે 6 ટકા વધ્યું હતું. મુખ્ય પ્રોડક્ટ એસએમઈ લોન્સમાં ત્રિમાસિક ધોરણે 74.2 ટકાનો વધારો થયો હતો. ટૂ વ્હીલર લોનની નવી વહેંચણીમાં વાર્ષિક ધોરણે 30.3 ટકાનો વધારો થયો હતો. પર્સનલ લોન અને પ્રી-ઑન્ડ ઓટો લોન્સની કામગીરી પણ સારી હતી
તેમજ આ બંને પ્રોડક્ટમાં સંયુક્તપણે વહેંચણી કંપનીએ અત્યાર સુધીની સૌથી વધારે કરી હતી. રોગચાળાની સતત અસર છતાં એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 3.6 ટકાનો અને 1.7 ટકાનો વધારો થયો હતો. લોન યિલ્ડ 20.45 ટકા હતી, જે વર્ષના અગાઉના ગાળામાં 19.79 ટકા હતી.
ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં સ્વતંત્ર ધોરણે ચોખ્ખો નફો 84.3 ટકા વધ્યો હતો. ગ્રોસ સ્ટેજ 3 લેવલ 6.37 ટકા સાથે (જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 6.46 ટકા અને વર્ષ અગાઉ 7.90 ટકા) કંપનીની એસેટની ગુણવત્તામાં સતત વધારો થઈ રહ્યો છે. ધિરાણના ખર્ચમાં સુધરીને 2.25 ટકા થયો હતો, જે ત્રિમાસિક ગાળા અગાઉ 2.50 ટકા અને વર્ષ અગાઉ 4.25 ટકા હતો. ફંડનો ખર્ચ નોંધપાત્ર રીતે સુધર્યો હતો, વાર્ષિક ધોરણે 61 બીપીએસ ઘટ્યો છે.
નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 12.80 ટકા છે, જે ઉદ્યોગમાં સૌથી વધુ જળવાઈ રહ્યું છે. પેટાકંપની શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડએ ત્રિમાસિક ગાળામાં સારી કામગીરી કરી હતી અને અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક વિતરણ થયું હતું, જેમાં વાર્ષિક ધોરણે 151.2 ટકાનો,
ત્રિમાસિક ધોરણે 68.9 ટકાનો અને નાણાકીય વર્ષ 2019-20 કરતા 94.8 ટકાનો વધારો થયો હતો. શ્રીરામ હાઉસિંગ માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટમાં વાર્ષિક ધોરણે 70.5 ટકાનો વધારો અને ગયા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 25.2 ટકાનો વધારો થયો હતો.
શ્રીરામ સિટીના એમડી અને સીઇઓ શ્રી વાય એસ ચક્રવર્તીએ ટિપ્પણી કરી હતી કે, “જ્યારે આપણે શરૂઆતમાં રોગચાળા પ્રેરિત સ્થિતિમાં સારી રીતે બહાર નીકળ્યં છીએ, ત્યારે અમે ડેવલપમેન્ટ પર સતત નજર રાખી રહ્યાં છીએ. જોકે અમારા બિઝનેસ મોડલની મજબૂતી આ પડકારજનક સમયગાળામાં જળવાઈ રહી છે.
મને આશા છે કે, આગામી ત્રિમાસિક ગાળામાં વધારે મજબૂત પરિણામો મળશે. અમારી હાઉસિંગ ફાઇનાન્સ પેટાકંપનીની કામગીરી ઘણી સારી છે અને અમને નાણાકીય વર્ષ 2021-22માં હોમ લોન સ્પેસમાં વિશિષ્ટ કંપનીઓમાં સ્થાન મળશે એવી અપેક્ષા છે.”