શ્રીલંકાઃ આર્થિક સંકટ વચ્ચે નવા નાણામંત્રી અલી સાબરીએ રાજીનામું આપ્યું
કોલંબો, શ્રીલંકાના આર્થિક સંકટ વિશે વિપક્ષે રાષ્ટ્રપતિ ગોતાબાયાનું રાજીનામું માંગ્યું છે. આ વિશે ગોતાબાયા રાજપક્ષેએ કહ્યું છે કે, તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિનું પદ નહીં છોડે. જોકે તેમણએ કહ્યું છે કે, સંસદમાં 113 સીટોની બહુમત સાબીત કરનાર પાર્ટીને તેઓ સત્તા સોંપવા તૈયાર છે.
બીજી બાજુ શ્રીલંકાના રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ ઓછી થવાનું નામ નથી લેતી. વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ તે અપીલ નકારી દીધી છે જેમાં તેમણે વિપક્ષથી એકતા મંત્રીમંડળમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું.
સરકારથી નારાજ લોકો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. શ્રીલંકન પોલીસે આ પ્રદર્શનકારીઓને કાયદો ના તોડવાની ચેતવણી આપી છે. અત્યાર સુધી પોલીસે 54 લોકોની ધરપકડ કરી છે. તે ઉપરાંત પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પણ આરોપીઓની ધરપકડ કરી રહી છે.
શ્રીલંકામાં દવાની ખૂબ અછત છે. ત્યારપછી દેશમાં સાર્વજનિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી દેવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, રાજ્યની સ્વાસ્થય સુવિધાઓ હવે માત્ર ઈમર્જન્સી કેસને જ પ્રાથમિકતા આપે છે. એએનઆઈએ શ્રીલંકન ન્યૂઝ પેપર તરફથી જણાવ્યું છે કે, જો આ જ પ્રકારનું આર્થિક સંકટ ચાલુ રહેશે તો દવાઓની અછત વધી જવાની શક્યતા છે.
શ્રીલંકાના કેન્દ્રીય બેન્કના પૂર્વ અધિકારી નંદલાલ વીરસિંઘે 7 એપ્રિલે કેન્દ્રીય બેન્ક ગર્વનરનું પદ સંભાળશે. ભીષણ આર્થિક સંકટ વચ્ચે અજીત નિવાર્ડ કાબરાલે સોમવારે ગર્વનર પદ પરથી રાજીનામું આપી દીધું છે.