શ્રીલંકાના નૌકાદળે ૩૨ ભારતીય માછીમારોની ધરપકડ કરી

માછલી પકડવાની પાંચ બોટ પણ જપ્ત કરાઈ
જાન્યુઆરીમાં ડેલ્ફ્ટ ટાપુની આસપાસ શ્રીલંકાના નૌકાદળ દ્વારા ફાયરિંગ કરવાની ઘટનામાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ થયા હતા
કોલંબો,શ્રીલંકાં નૌકાદળે પોતાના દરિયાઇ હદમાં ગેરકાયદે માછીમારી કરવાના આક્ષેપ અંતર્ગત ૩૨ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આની સાથે જ માછલી પકડવાની પાંચ બોટ પર જપ્ત કરી છે. શ્રીલંકાના નૌકાદળે એક નિવેદનમાં કહ્યું કે આ ધરપકડ રવિવારે મન્નારના ઉત્તરમાં દરિયાઇ ક્ષેત્રમાં એક વિશેષ અભિયાન અંતર્ગત કરવામાં આવી છે. આ ભારતીય માછીમારો ગેરકાયદે શ્રીલંકાના જળક્ષેત્રમાં માછીમારી કરી રહ્યા હતા. નૌકાદળ વિદેશી માછીમારોની ગેરકાયદે ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે શ્રીલંકાઇ જળક્ષેત્રમાં નિયમિત પેટ્રોલિંગ અને અભિયાન ચલાવે છે, તથા સ્થાનિક માછીમારોની આજીવિકા પર આ ગતિવિધિઓના પ્રભાવ પર ધ્યાનમાં રાખે છે.
ધરપકડ કરાયેલા ભારતીય માછીમારો અને તેમની હોડીઓને તલાઇમન્નાર ઘાટ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે મન્નારના મત્સ્ય નિરીક્ષકને સોંપવામાં આવ્યા છે. નૌકાદળે વધુમાં કહ્યું કે આ વર્ષમાં હમણાં સુધી શ્રીલંકાઇ જળક્ષેત્રમાં કથિત રીતે ગેરકાયદે માછીમારી કરવાના આરોપમાં ૧૩૧ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને ૧૮ બોટ જપ્ત કરવામાં આવી છે. ફેબ્›આરી મહિનાના આરંભમાં શ્રીલંકાના નૌકાદળે ૧૦ માછીમારોની ધરપકડ કરી હતી તથા તેમની બોટ જપ્ત કરી હતી. જાન્યુઆરીમાં ડેલ્ફ્ટ ટાપુની આસપાસ શ્રીલંકાના નૌકાદળ દ્વારા ફાયરિંગ કરવાની ઘટનામાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ થયા હતા, જેમાં બે માછીમારી ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી.SS1