શ્રીલંકામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત

કોલંબો, આઝાદી પછીની સૌથી ખરાબ આર્થિક કટોકટીની પરિસ્થિતિમાં શ્રીલંકા જીવી રહ્યું છે. શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી મોટો પાવર કાપ શરૂ થઇ ગયો છે. શ્રીલંકામાં બુધવારથી દરરોજ ૧૦ કલાકનો પાવર કટ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલિયમ ઇંધણની તીવ્ર અછત જાેવા મળી રહી છે, જેના કારણે વીજળીનું ઉત્પાદન ઓછું થઇ ગયું છે.
શ્રીલંકામાં ચોખા, ખાંડ, દૂધ જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. જે સામાન દુકાનો પર ઉપલબ્ધ છે, પણ તેનો ભાવ જાેઈને લોકો તેમને ખરીદી શકતા નથી. તેથી શ્રીલંકામાંથી લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. લોકો પોતાનો દેશ છોડીને પાડોશી દેશમાં જઈ રહ્યા છે.
આટલું જ નહીં શ્રીલંકામાં ચોખા,દાળ અને દુધ લેવા માટે લડવુ પડી રહ્યું છે. પેરાસિટેમોલ ૧૦ થી ૧૨ ગોળીઓ માટે ૪૨૦ થી ૪૫૦ આપવા પડી રહ્યાં છે અને દવાઓ મળી પણ નથી રહી.
દેશમાં તમામ જરૂરી ખોરાક અને પીણા માલસામાનની ભારે અછત છે, જેના કારણે લોકોએ રાજપક્ષે સરકાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આજ પરિસ્થિતિ દવાની દુકાન અને હોસ્પિટલની પણ છે, દેશમાં દવાઓની અછતનાં કારણે સર્જરી પણ રોકવામાં આવી રહી છે, તે જેના કારણે અંદાજાે લગાવી શકાય છે કે ત્યાંના દર્દીઓ કેવી પરિસ્થિતિમાં હાલ જીવી રહ્યાં છે. દવાઓની અચતનાં કારણે દર્દીઓનાં જીવ પર પણ ખતરો જાેવા મળી રહ્યો છે.
શ્રીલંકાના વીજળી બોર્ડે જણાવ્યું કે, મહિનાની શરૂઆતથી સાત કલાકનો વીજ કાપ હતો, હવે આ વીજકાપને વધારીને ૧૦ કલાક માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે વીજળી ઉત્પન્ન કરવા માટે કોઈ બળતણ નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રીલંકાની ૪૦ ટકાથી વધુ વીજળી હાઇડ્રોપાવરથી ઉત્પન્ન થાય છે. જળાશયોમાં ઇંધણની અછત તો છે આ સાથે જ વરસાદના અભાવે મોટાભાગની નદીઓમાં પાણી નથી, જેના કારણે વીજળી ઉત્પન્ન કરવી મુશ્કેલ બની રહી છે.
શ્રીલંકામાં મોટાભાગની વીજળીનું ઉત્પાદન કોલસા અને તેલથી થાય છે. આ બંને માટે શ્રીલંકા આયાત પર ર્નિભર છે. પરંતુ તેના કારણે દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે, જેના કરણે તમામ જરૂરી વસ્તુઓની સાથે તેની પણ આયાત પણ થઇ શકતી નથી.
આ દરમિયાન સરકારની માલિકીની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન(સીપીસી) એ કહ્યું કે, દેશમાં ઓછામાં ઓછા બે દિવસ સુધી ડીઝલ નહીં રહે. સીપીસીએ પેટ્રોલ સ્ટેશનો પર લાંબી કતારોમાં તેલની રાહ જાેઈ રહેલા વાહન ચાલકોને કહ્યું છે કે, તેઓ પોતાના ઘરે પાછા ફરી જાય.પેટ્રોલના ભાવમાં અત્યાર સુધી ૯૨ટકા અને ડીઝલના ભાવમાં ૭૬ટકાનો વધારો થયો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, સરકારે રાંધણગેસ અને કેરોસીન ખરીદવું પડશે.પૈસા ભેગા કરવામાં ૧૨ દિવસ લાગ્યા. સરકારે કોઈક રીતે ૪૪ કરોડની રકમ એકત્ર કરીને વસ્તુઓની આયાત કરી શકાય છે.
શ્રીલંકા પર ભારે વિદેશી દેવું છે અને તેના કારણે માર્ચ ૨૦૨૦માં તેણે આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું હતુ. શ્રીલંકાને એ સમયે ૫૧ અરબ ડૉલરનું વિદેશી દેવું ચૂકવવું પડ્યું હતુ.SSS