શ્રીલંકામાં ફરી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : કરફ્યુનો આદેશ
નવી દિલ્હી, આઝાદી પછીની સૌથી મોટી આર્થિક તંગીનો સામનો કરી રહેલુ શ્રીલંકાની પરિસ્થિતિ બગડતી જાય છે, રાષ્ટ્રપતિના મીડિયા ડિવીઝને જણાવ્યુ હતુ કે, શ્રીલંકાના ટાપુ રાષ્ટ્રમાં 16 મે, 2022 ના રોજ સાંજે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવશે.
શ્રીલંકામાં સરકાર તરફી અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો જોવા મળ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે દેશના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.