શ્રીલંકામાં ભારે વરસાદથી ૧૬ લોકોનાં મોત નિપજયાં

કોલંબો, શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનને કારણે કેન્દ્રએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ ડૂબી જવા અને વીજળી પડવાને કારણે થયા છે. પાંચ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને તેઓએ તેમના સંબંધીઓ અથવા સરકારી રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.
શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. દેશમાં લગભગ એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે જણાવ્યું હતું કે પાંચ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને તેઓએ તેમના સંબંધીઓ અથવા સરકારના રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.
કેન્દ્રએ કહ્યું કે મોટાભાગના મૃત્યુ ડૂબી જવા અને વીજળી પડવાને કારણે થયા છે. એક વ્યક્તિ ગુમ થયાના સમાચાર પણ છે. ઉત્તર-પૂર્વ ચોમાસું સામાન્ય રીતે શ્રીલંકામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં સક્રિય હોય છે. આ વર્ષે દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે.SSS