Western Times News

Gujarati News

શ્રીલંકામાં યોજાનારો એશિયા કપ-૨૦૨૧ રદ કરી દેવાયો

કોલંબો: કોરોના વાયરસના કારણે ક્રિકેટની ટુર્નામેન્ટ પર પણ અસર પડી રહી છે. જેમાં હવે એશિયા કપ-૨૦૨૧ રદ કરી દેવામાં આવ્યો છે. એશિયા કપ પાકિસ્તાનમાંથી શ્રીલંકામાં ખસેડવામાં આવ્યો હતો. જાેકે, શ્રીલંકામાં કોવિડ-૧૯ના કેસમાં વધારો થવાના કારણે હવે આ ટુર્નામેન્ટ રદ કરી દેવામાં આવી છે.

શ્રીલંકા ક્રિકેટ સીઈઓ એશ્લે ડી સિલ્વાએ જણાવ્યું હતું કે જૂનમાં એશિયા કપનું આયોજન કરવું તેમના માટે ઘણું કપરૂ કામ છે. તેમણે કહ્યું હતું કે, પ્રવર્તમાન પરિસ્થિતિને જાેતા આ વર્ષે જૂનમાં એક પણ ટુર્નામેન્ટ રમાડવી શક્ય નથી.

નોંધનીય છે કે એશિયા કપ છેલ્લે ૨૦૧૮માં રમાયો હતો. આ વર્ષે આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની હતી પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવ ભર્યા હોવાના કારણે ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે તેમ ન હતી. જેના કારણે તેને શ્રીલંકામાં રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તમામ ટીમોએ આગામી બે વર્ષ સુધી તેમનો ફ્યુચર ટૂર પ્રોગ્રામ નક્કી કરશે તેવામાં આ ટુર્નામેન્ટ ૨૦૨૩ આઈસીસી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ જ રમાઈ શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે હજી કોઈ જાહેરાત કરી નથી. બીસીસીઆઈ સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા છે.

શ્રીલંકામાં કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ હ્યો છે જેને ધ્યાનમાં રાખતા શ્રીલંકન સરકારે ૧૦ દિવસ સુધી ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે શ્રીલંકા જૂલાઈમાં છ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની યજમાની કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.