શ્રીલંકામાં સ્થિતિ ભયાનકઃ સેનાની હાજરીમાં એક લિટર ઇંધણનું વિતરણ કરાઈ રહ્યું છે

કોલંબો, પાડોશી દેશ શ્રીલંકા હાલમાં ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અનેક જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને છે. ડીઝલ-પેટ્રોલ અને ગેસના મામલામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. શ્રીલંકામાં તેલ ખરીદવાના મામલામાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. હવે સ્થિતિ એટલી બગડી છે કે શ્રીલંકાની સરકારે પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશનો પર સેના તૈનાત કરવાનો ર્નિણય લીધો છે.
એક રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં માત્ર ડીઝલ-પેટ્રોલના ભાવ જ નથી વધ્યા પરંતુ તેની અછત પણ જાેવા મળી છે. જેના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જાેવા મળી રહી છે. તેલ ખરીદવા માટે હજારો લોકો કલાકો સુધી કતારમાં ઉભા છે. અહેવાલમાં શ્રીલંકાના સેનાના પ્રવક્તા નીલાન્થા પ્રેમરત્નેના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ પંપ પર સેના તૈનાત કરવાનો ર્નિણય કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા બાદ ત્રણ વૃદ્ધોના મોત બાદ લેવામાં આવ્યો હતો.
પ્રેમરત્નેના મતે સેના માત્ર તેલ વિતરણમાં મદદ કરશે. ભીડને કાબૂમાં રાખવાનું કામ સેનાનું નથી. તેમણે કહ્યું કે દેશના તમામ પેટ્રોલ પંપ પર ઓછામાં ઓછા ૨-૨ સૈનિકો તૈનાત કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે સૈન્યની તૈનાતી લોકોની મદદ માટે છે, લોકોના માનવ અધિકાર છીનવી લેવા માટે નથી. સરકારના પ્રવક્તા રમેશ પથિરાનાનું કહેવું છે કે તેલના અયોગ્ય વિતરણ અને સંગ્રહખોરીની ફરિયાદો મળ્યા બાદ સેનાને તૈનાત કરવામાં આવી રહી છે.
શ્રીલંકામાં તેલ સહિત આવશ્યક ચીજવસ્તુઓની અછતને કારણે ઘણી જગ્યાએ છૂટાછવાયા હિંસાના અહેવાલો છે. પોલીસે જણાવ્યું કે સોમવારે આવી જ એક ઘટનામાં એક વ્યક્તિને ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
થ્રી-વ્હીલરના ચાલક સાથે થયેલી બોલાચાલી બાદ આ ઘટનાએ હિંસક વળાંક લીધો હતો. આ અગાઉ ત્રણ વૃદ્ધોના તડકામાં કલાકો સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. અધિકારીઓને આશા છે કે સેનાની તૈનાતી બાદ સ્થિતિ સુધરશે.
ડીઝલ-પેટ્રોલ ઉપરાંત શ્રીલંકામાં જરૂરી ખાદ્ય ચીજાેની પણ અછત સર્જાઈ છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સરકાર આર્થિક ઈમરજન્સી લાદવાની આવી છે. શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાના આરે છે અને ચલણ (શ્રીલંકાના રૂપિયા)નું મૂલ્ય વિક્રમી નીચી સપાટીએ છે. હાલની સ્થિતિ એ છે કે દેશમાં ચોખા અને ખાંડની પણ અછત સર્જાઈ છે. આ બધાની ઉપર, અનાજનો સંગ્રહખોરી સમસ્યાને વધુ વકરી રહી છે.HS