શ્રીલંકા કહ્યું આંતકવાદનાં કારણે કોઈ ખેલાડી પાકિસ્તાન જવા નથી ઈચ્છતું
શ્રીલંકાની ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવા માટે કર્યો હતો ઈનકાર. ત્યારે તે મામલે પાકનાં એક મંત્રીએ ભારત વિરુદ્ધ કર્યો હતો બફાટ. ત્યાર બાદ શ્રીલંકાના રમત ગમત મંત્રીએ પાકિસ્તાનના મંત્રીના નિવેદનનો જવાબ આપતા કહ્યુ છે કે, ખેલાડીઓ પર ભારતે કોઈ દબાણ નથી કર્યુ બલ્કે પાકિસ્તાન જવા નહી માંગતા ખેલાડીઓને આતંકવાદી હુમલાનો ડર લાગી રહ્યો છે.
શ્રીલંકાના રમત ગમત મંત્રી હરિન ફર્નાન્ડોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શ્રીલંકાના ક્રિકેટરો પર ભારતે પાકિસ્તાનમાં નહી રમવા દબાણ કર્યુ હોવાની વાત સાવ ખોટી છે.કેટલાક ખેલાડીઓએ 2009માં શ્રીલંકન ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રવાસે નહી જવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયનુ અમે સન્માન કરીએ છે.જોકે તેમની જગ્યાએ પસંદ થયેલા ક્રિકેટર પાકિસ્તાનને પાકિસ્તાનમાં જ હરાવશે તેવી અમને આશા છે.