શ્રીલંકા-ભારત વચ્ચેની પ્રથમ વનડે મેચ પ્રેમાદાસા સ્ટેડિયમમાં યોજાશે
નવીદિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે મેચ આવતીકાલ ૧૮ જુલાઈ એટલે કે રવિવારે રમાશે. શિખર ધવન ભારતીય ટીમની સુકાન સંભાળશે. ધવન પ્રવાસ પર નવો ઇતિહાસ રચશે. તે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટન જઈ રહ્યો છે. વન ડેમાં ભારત તરફથી અત્યાર સુધી ૨૪ ખેલાડીઓએ કપ્તાની સંભાળી છે. ધવન ભારતીય ટીમનું નેતૃત્વ કરનારો ૨૫ મો ખેલાડી બનશે. શ્રીલંકા પ્રવાસ પર પૃથ્વી શો શિખર ધવન સાથે ઇનિંગ્સ ખોલી શકે છે. આ વર્ષની શરૂઆતમાં શોને ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયો હતો.
આ દરમિયાન તેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી હતી, જેથી બધાની નજર શ્રીલંકા પ્રવાસ પર મધ્યમ ક્રમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ રહેશે. ઘરેલું ક્રિકેટ અને આઈપીએલમાં સતત પ્રદર્શનને કારણે તેને આ વર્ષે માર્ચમાં ઇંગ્લેન્ડ સામે ટી -૨૦ માં પ્રવેશ કરવાની તક મળી. શ્રીલંકા પ્રવાસ પણ યુઝવેન્દ્ર ચહલ માટે ખૂબ મહત્વનો છે. પસંદગીકારોની નજર પણ તેના પર રહેશે. લેગ સ્પિનર ચહલનું તાજેતરનું પ્રદર્શન સરેરાશથી નીચે રહ્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યાની આસપાસ શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ૧૮ જુલાઈ રવિવારે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં યોજાશે.ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જાેઈ શકાશે.