શ્રી ઓધવ વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો

તારીખ 22/02/2019 ને શનિવાર શ્રી ઓધવ વિદ્યામંદિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ઓધવ વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નો શુભેચ્છા વિદાય સમારંભ શ્રી જગદીશભાઈ એસ. વાસાણી પ્રમુખશ્રી, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત, ધનસુરા.શ્રી હિતેશભાઈ વી. પટેલ મુખ્ય મહેમાન શ્રી, જાણીતા મોટીવેશનલ સ્પીકર તથા શ્રી પ્રહલાદભાઈ પી. સુરાણી ચેરમેનશ્રી, શ્રી ઓધવ વિદ્યામંદિર તેમજ કારોબારી સભ્યશ્રીઓ શ્રી ઓધવ વિદ્યામંદિરની ઉપસ્થિતિમાં યોજાયો. જેમાં બાળકો નિર્ભય બની પરીક્ષા આપે અને સારું પરિણામ મેળવી શાળા, પરિવારનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ અપાઈ હતી.