શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ-2019નું જાજરમાન આયોજન
રાજકોટના ચાર ઝોનમાં રાસોત્સવનું આયોજન –સતત નવમાં વર્ષે પારિવારિક માહોલમાં યોજાશે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવ
તા. 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ ચાર ઝોનમાં નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા. 29 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે. ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે.
રાજકોટ નોર્થ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલના ખુણા પર એચ.પી પેટ્રોલપંપની બાજુમાં આવેલા મેદાનમાં આયોજન કરાયું છે. આ વર્ષે ગરબાના સ્પેશિયલ સીંગર તરીકે યુનુસ શેખ, હીના મીર, જય દવે, આરતી ભટ્ટ, હાર્દિક ડોડીયા અને એન્કર તરીકે મીરા દોશી મણીયાર જોડાશે. આ જાજરમાન આયોજન માટે અત્યારથી જ પાસ મેળવવા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખેલૈયાઓએ પાસ મેળવવા માટે શ્રી ખોડલધામ કાર્યાલય નોર્થ ઝોન, રાજનગર ચોક, એસબીઆઈ બેંકની સામે, ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, રાજકોટ ખાતે મો.નં- 98796 70149 અથવા ગુંજન વિહાર ગેટ-1ની સામે, પાટીદાર ચોકની બાજુમાં, સાધુ વાસવાણી રોડ, રાજકોટ મો.નં- 98989 53535, 98253 70262 અથવા ઘનશ્યામનગર-1, મોહનપ્લાઝા એપાર્ટમેન્ટની સામે, ચિત્રકુટધામ સોસાયટીની બાજુમાં, કાલાવાડ રોડ, રાજકોટ મો.નં- 98250 79139, 94272 54583 અથવા દિનદયાળ ઉપાધ્યાય માર્ગ, રાધાનગર મેઈન રોડ, રાધાનગર શેરી નં- 3, રાધે ડ્રેસીસ, મો.નં- 94272 09707, 96282 76060 પર સંપર્ક કરવો.
રાજકોટ વેસ્ટ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામે, રામધણ પાછળ, 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. વેસ્ટ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં સીંગર નિશાંત જોશી, પૂજા ચૌહાણ, ઉર્વી પૂરોહિત, અમિતા પટેલ, અનિલ પટેલ અને એન્કર તરીકે ડૉ. ઉત્પલ જીવરાજાની જોડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ખોડલધામ વેસ્ટ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે શિવાલય કોમ્પલેક્ષ, જીથરીયા હનુમાન સામે, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે મો. નં- 98797 99333 અથવા શ્રી ફેમિલી શોપ, મવડી બાયપાસ, બાપા સિતારામ ચોક પાસે, રીયલ પ્રાઈમની સામે, મવડી, રાજકોટ ખાતે મો.નં- 78788 11811 અથવા ખોડલ મોબાઈલ ઝોન, શ્રીનાથજી કોમ્પલેક્ષ, બાલાજી મેડિકલની પાછળ, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ મો. નં- 90335 55554 અથવા ગેલેક્ષી મોબાઈલ, ગ્રીન પાર્ક સામે, મવડી મેઈન રોડ, રાજકોટ મો. નં- 99984 36346 અથવા ઓમ ટેક્સ કન્સલટન્ટ, 203, રોટેક કોર્નર, ખોડલ ચોક, 80 ફૂટ રોડ, પુનિત નગર પાછળ, રાજકોટ મો.નં- 99785 18628 પર સંપર્ક સાધવો. ઉપરાંત WWW.KHODALDHAMWESTZONE.ORG પર ઓનલાઈન બુકિંગ થઈ શકશે.
રાજકોટ સાઉથ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. શ્રી પી એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ, 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા આ નવરાત્રિ મહોત્સવમાં વિશાલ વરુ અને તેમની ટીમ ખેલૈયાઓને મનમૂકીને ગરબે રમાડશે. સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે શ્રી ખોડલધામ સાઉથ ઝોન કાર્યાલય, કોઠારીયા રોડ, દેવપરા શાકમાર્કેટ સામે, એકોર્ડ મોલની બાજુમાં, રાજકોટ ખાતે મો. નં 98242 41787, 97237 71179 અથવા કૈલાશ ડેરી ફાર્મ, નંદા હોલ ચોક, કોઠારીયા રોડ, રાજકોટ અથવા અમૃત પાન, ખોડીયાર સોસાયટી મેઈન રોડ, અર્જુન પાર્ક સામે, કોઠારીયા રોડ, રાજકોટ અથવા માતૃશ્રી વિદ્યામંદિર, કોઠારીયા ચોકડી, કોઠારીયા ગામ અથવા લક્ષ્ય પાન, શ્રદ્ધા પાર્ક મેઈન રોડ, મનહર સ્કૂલની બાજુમાં, સરદાર ચોક, રાજકોટ અથવા રૂષી ફેશન ઝોન, ગુંદાવાડી મેઈન રોડ, ચોરાની બાજુમાં, રાજકોટ અથવા ડ્રેસ્ટીની ડ્રેસીસ, હરી ઘવા રોડ, સોહમ ફાસ્ટફૂડની બાજુમાં, રાજકોટ ખાતે સંપર્ક કરવો.
રાજકોટ ઈસ્ટ ઝોનઃ દર વર્ષની માફક આ વર્ષે પણ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા શ્રી રણછોડદાસ બાપુ આશ્રમનો વંડો, સિદ્ધિ વિનાયક પાર્કની સામે, કુવાડવા રોડ પર જાજરમાન આયોજન કરાયું છે. જેમાં સીંગર તરીકે નીરવ રાયચુરા, કવિતા ઝાલા, પ્રકાશ પરમાર, ઈમરાન કાન્યા અને એન્કર તરીકે આરજે વિનોદ જોડાશે. ઈસ્ટ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવના પાસનું બુકિંગ શરૂ થઈ ગયું છે તો પાસ મેળવવા માટે ખોડિયાર જ્વેલર્સ, પાણીનો ઘોડો, રાજકોટ અથવા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર, કુવાડવા રોડ, ડી-માર્ટ વાળો 50 ફૂટ રોડ, રાજકોટ ખાતે મો. નં. 98252 16176, 97271 00003 ઉપર સંપર્ક કરવો.