શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માના પાંચ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષા માં ઝળકયા

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ૨૦૨૨ માં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ના પાંચ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ લેવા ભાગ્યશાળી બન્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમે પ્રાંજલ સી.બોદર, ત્રીજા ક્રમે અસારી પલક એન અને ચોથા ક્રમે વડેરા શિવાની પી. તથા તાલુકા માં પ્રથમ ક્રમે મયંકસિંહ વિષ્ણુસીહ પરમાર ઉપરાંત શિવાની વડેરા, પલક ખરાડી પ્રાંજલ બોદર તથા તમન્ના બારોટને દર વર્ષે રૂપિયા 12000 શિષ્યવૃતિ મળશે.
આ બાળકોને પરીક્ષા માટે તૈયાર કરનાર શ્રી આર પી વાલા અને સુપરવાઇઝર શ્રી પી.કે.પટેલને શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ સાહેબે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા