Western Times News

Gujarati News

દેશમાં કોઇપણ વ્યક્તિ ભૂખ્યું ના રહી જાય તેની ખાતરી કરવામાં આવશે- ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હી, કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા આજે જાહેરાત કરવામાં આવેલ રાહત ભંડોળને પેટ્રોલીયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને અભૂતપૂર્વ અને પડકારજનક સમયમાં પ્રતિભાવી શાસનના ઉદાહરણ તરીકે ગણાવ્યું. પ્રધાનમંત્રી અને નાણા મંત્રીનો આભાર વ્યક્ત કરતા  શ્રી પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે કે 1.7 લાખ કરોડ રૂપિયાનું રાહત ભંડોળ એ રાષ્ટ્રને કોવિડ-19ની સમસ્યાથી ઉત્પન્ન થનાર અવરોધોને પહોંચી વળવા માટે સહાયક સાબિત થશે.

“આજ રોજ જાહેર કરવામાં આવેલ વ્યાપક પગલાઓ એ સમાજના ગ્રામિણ અને શહેરી ગરીબો, ખેડૂતો, આરોગ્ય કર્મચારીઓ, સ્થળાંતર કામદારો, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને સમાજના અન્ય નબળા વિભાગોને કોવિડ-19ની સમસ્યાથી થયેલ આર્થિક અસરને હળવી બનાવશે,”

શ્રી પ્રધાને એમ પણ જણાવ્યું કે કેશ હસ્તાંતરણ, વીમા કવર, ખોરાકની બાહેંધરી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૩ મહિના સુધી મફત એલપીજીના સિલીન્ડર પૂરા પાડવાનો નિર્ણય વગેરે જેવા પગલાઓ પણ લાખો ગરીબોને રાહત આપશે અને દેશમાં કોઇપણ વ્યક્તિ ભૂખ્યું ના રહી જાય તેની ખાતરી કરવામાં આવશે.

આશાવાદ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, “આપણે સાથે છીએ, આપણે આ અદ્રશ્ય શત્રુ સામે લડીશું અને વિજયી બનીને બહાર આવીશું. અમારી સરકાર આપણા અર્થતંત્ર અને સમાજ પર પડનારી કોઇપણ નકારાત્મક અસરને ઓછી કરવા માટે જરૂરી તમામ પગલાઓ લઇ રહી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.