શ્રી પદ્મપ્રભસ્વામિ ભગવાનના જિનાલયની ૧૫૬મી વર્ષગાંઠ અવસરે ધ્વજારોહણ કરાયું.
અમદાવાદ સારંગપુર તળિયાની પોળમાં આવેલા શ્રી પદ્મપ્રભસ્વામિ ભગવાનના જિનાલયની ૧૫૬મી વર્ષગાંઠ અવસરે વૈશાખ સુદ – ૭ ને રવિવારે સ્નાત્રપુજા ભણાવીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
પરમાત્માને ફૂલની સુંદર આંગી રચવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં પ્રભુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.