શ્રી બાવીસી ગોમતીવાળ બ્રાહ્મણ સમાજ સહાય યોજનાના પ્રતિનિધિઓની મીટીંગ યોજાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/26-6-1024x768.jpg)
આજરોજ તારીખ 15/03/2020 રવિવાર ના દિવસે સમાજ સહાય યોજનાના પ્રતિનિધિઓની મીટીંગ બાયડ ધનસુરા ની વચ્ચે હોટલ દર્શન ખાતે યોજાઇ ગઇ જેમાં દરેક ગામના સામાજિક સુરક્ષા યોજનાના પ્રતિનિધિઓએ ભાગ લીધો અને મીટીંગ માં આ યોજનાને સફળ બનાવવા માટે દરેક પ્રતિનિધિ માળાના મણકાની જેમ એકબીજા ની અંદર પરોવાઇ ને આ યોજના ને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ રહે તેમજ સમાજનો એક પણ વ્યક્તિ આપણી આ યોજનાથી વંચિત રહી ના જાય તે દિશામાં સદાય તત્પર રહે જ્યારે સભ્ય બને તેના ઉપર તથા આ યોજનાને સમાજ માટે કેવી રીતે ઉપયોગી અને વધુ મજબૂત બનાવી શકાય તેના ઉપર મુક્ત મને દરેક પ્રતિનિધિએ ચર્ચાઓ કરી.
જ્યારે આ યોજનાના અધ્યક્ષ તેમજ પ્રમુખ અને મંત્રી તેમના ઉદ્દેશો એટલા ઊંચા છે કે આપણી સમાજ સહાય યોજના પવિત્ર ગંગા નદીના પ્રવાહની જેમ અવિરત વહેતી રહે જ્યારે ખજાનચી નું કામ પણ બિરદાવવા લાયક હોય છે તેઓ પણ પ્રતિનિધિઓની સાંકળ એક બીજાને જોડાઇને રહે તેનો આબેહૂબ ખ્યાલ રાખવામાં આવે છે તથા દરેક પ્રતિનિધિ ઉપસ્થિત રહી આ મીટીંગ ને સફળ બનાવવા બદલ સમાજ સહાય યોજના દરેક પ્રતિનિધિનો ખુબ ખુબ આભાર માને છે
અને અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં પણ સમાજ માટે આવો સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા રાખે છે….. જ્યારે સર્વાંગી વિકાસ માટે દરેકને દાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી જેમાં ૫૧,૦૦૦ રૂપિયા નું દાન ડાહ્યાલાલ સોક લેશ્વર જોષી મૂળ વતન પુંસરી હસ્તે શ્રી રાજેશકુમાર ડાહ્યાલાલ જોષી નરોડા અમદાવાદ જ્યારે ૫૧,૦૦૦ રૂપિયા શારદાબેન ગણપતરામ ગોર મૂળ વતન જૂની શિણોલ હસ્તે શ્રી કિરીટભાઈ ગણપતરામ ગોર મણીનગર અમદાવાદ જ્યારે ૧૧૦૦૦ રૂપિયા શ્રી ચંદ્રકાંતભાઈ જયંતિલાલ પટેલ રાણીપ અમદાવાદ વારાહી ઇન્ટરમિડીયેટ નરોડા અમદાવાદ દ્વારા પ્રાપ્ત થયેલ છે જેને તમામ પ્રતિનિધિઓએ બિરદાવી હતી.