શ્રી માઇ મંદિર નડિયાદ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ ઉજવાશે
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ માઈ મંદિર, જ્યાં વિશ્વની ઊંચામાં ઊંચી ભગવાન શિવની ૭૩ ફૂટની પ્રતિમા આવેલી છે. તેવા માઇ મંદિર ખાતે સરકારશ્રીની ગાઈડલાઈન સંપૂર્ણ સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. શ્રી માઈ ધર્મ આધ્યા પીઠ સ્થાન, માઇ મંદિર ના માઇ ધર્માચાર્ય હરેન્દ્ર મહારાજ જણાવે છે.
કે આ મંદિર મા નવરાત્રી દરમિયાન રોજ સાંજે છ થી આઠ માના ચાચર ચોકમાં રાસ અને ગરબા થશે આ ઉપરાંત રોજ સાંજે નૃત્ય આરતી આરતીનું પણ અનેરૃ મહત્વ છે , આઠમના રોજ વર્ષમાં એકવાર થતી મહાકાલ આરતી, પાંચમના રોજ કુમકુમ અભિષેક. કરવામાં આવશે ત્યારબાદ સાથે પ્રસાદ સ્વરૂપે કુમકુમ વહેંચવામાં આવશે.
તો આ સમગ્ર નવરાત્રી દરમ્યાન શ્રીમાઇ ધર્મ આધ્યા પીઠ સ્થાન શ્રી માઈ મંદિર ખાતે આમ પ્રજાને લાહવો લેવા હરીન્દ્ર માઇ ધર્માચાર્ય જણાવે છે. આ ઉપરાંત તેઓ જણાવે છે. નવરાત્રી નું શું મહત્વ છે… માની આરાધના નું.