શ્રી માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મહાદેવ પુરા ગામ ખાતે શ્રી ઉમિયા પરિવાર મહાદેવપુરા સંચાલિત શ્રી માર્કન્ડેશ્વર મહાદેવ નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો. પ્રાંતિજ તાલુકાના મહાદેવ પુરા ખાતે આવેલ ૧૦૦ વર્ષ પુરાણ શ્રી માર્કન્ડેશ્વર મહાદેવ મંદિર નુ પુનઃ નવ નિર્માણ ને લઈ ને શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
જેમા કુષ્ણારામ આશ્રમ બોલુદરા પ્રખર અગ્નિહોત્રી શાસ્ત્રી વ્યાસપીઠ દ્રારા શાસ્ત્રોક્ત વિધિથી શિલાન્યાસ કાર્યક્રમ સહિત પૂજા વિધિ યોજાઈ હતી તો આ પ્રસંગે હવન નુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા નવ યજમાનોએ સહ પરિવાર લાભ લીધો હતો તો ગ્રામજનો તથા આજુબાજુ ના ગામજનો શિવભકતો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે શ્રી ઉમિયા પરિવાર મહાદેવ પુરા તથા સમસ્ત ગ્રામજનો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ .*