શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવ યોજાયો

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા), શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ દ્વારા આયોજિત શરદ પૂર્ણિમા મહોત્સવ માં દાતા શ્રી દિનેશચંદ્ર પરસોત્તમદાસ ,શ્રી ચીનુ લાલ સોમાભાઈ શાહ તથા સ્વ. માણેકબેન વલ્લભદાસ શાહ (હસ્તે-અરવિંદભાઈ શાહ અમદાવાદ) નું ફૂલઝડીથી પ્રમુખ
શ્રી જીમીત વિનોદચંદ્ર શાહ તથા ઉપ પ્રમુખશ્રી શૈલેષ ગોરધનદાસ શાહ તથા ડૉ ધૃપલ મહેશભાઇ શાહ દ્વારા સન્માન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં નયનભાઈ કોઠારી, જયેશભાઈ કામરાજ ,ભૌમિક શાહ,તથા અમિત શાહ , મયંક શાહ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં પ્રફુલભાઈ શાહ, વિનોદભાઈ શાહ, બિપિનભાઈ શાહ, ગીરીશભાઈ શાહ તથા અતુલભાઈ શાહ હાજરી આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.