શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/0702-modasa.B.patel_.jpg)
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) , શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૨૬ મા સમુહલગ્ન મહોત્સવ આયોજન આજે રાધે કોલ્ડ સ્ટોરેજ ખંભિસર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં થી દશ નવદંપતી એ આજના શુભ દિવસે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં અને સાંસારિક જીવન ની સુખમય શરુઆત કરી હતી.
આ સમુહલગ્ન માં જાેડાનાર નવદંપતી ને દાતાશ્રી ઓ દ્વારા પુરતદાન ચુંદડી સાડી તથા ચાંદીના સિક્કા સહિત જુદા જુદા પ્રકારના કન્યાદાન કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત સર્વે દાતાશ્રીઓ તથા સમાજ ના ભુતપૂર્વ હોદ્દેદારો તથા નવનિયુક્ત સરપંચ તથા તાલુકા પ્રમુખશ્રી તથા સમાજ ના આગેવાનો અને ઘરે કોઇપણ ખર્ચ ના કરી સમુહલગ્ન માં જાેડાનાર નવદંપતી ના માતા પિતા નું સન્માન કરવામાં આવ્યું હતું.
સમુહલગ્ન ના ભોજન પ્રસાદ ના દાતાશ્રી સ્વ.ધુળાભાઇ નરસિંહભાઇ પટેલ ખંભિસર શ્રી નવીનભાઈ પટેલ શિવા કેમિકલ્સ અમદાવાદ ના એ યોગદાન આપ્યું હતું જે સમાજે સહર્ષ સ્વીકારી સન્માન કરવામાં આવ્યું હતું.
આવનારા વર્ષોમાં યોજાનાર સમુહલગ્ન મહોત્સવ ના ૨૭ મા સમુહલગ્ન મહોત્સવ ના દાતાશ્રી ખંભીસર કડવા પાટીદાર સમાજ તથા ૨૮ મા સમુહલગ્ન મહોત્સવ ના ભોજન દાતાશ્રી સ્વ. વેણાભાઇ પુંજાભાઈ પટેલ પરિવાર હ.અશોકભાઇ પટેલ તથા ૨૯ માં સમુહલગ્ન મહોત્સવ ના ભોજન દાતાશ્રી ખંભીસર ગામ કડવા પાટીદાર સમાજ ના તથા ૩૦ માં સમુહલગ્ન મહોત્સવ ના ભોજન દાતાશ્રી પુંસરી ગામ કડવા પાટીદાર સમાજ ના ગામ ના જવાબદાર હોદ્દેદારો અને આગેવાનોએ સમાજ માટે ઉત્સાહ પૂર્વક યોગદાન આપવાની જાહેરાતો કરી હતી.
સમાજ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરી લગ્ન માં થતા ખર્ચાઓ તથા બીનજરૂરી સામાજિક ખર્ચાઓ બંધ કરી સમુહલગ્ન માં જાેડાવવા આહ્વાન કર્યું હતું…આ શુભ પ્રસંગે અખિલ ભારતીય સમરચતા અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી ચંદ્રકાંત પટેલ તથા સમાજ ના પુર્વ પ્રમુખ શ્રી આર પી પટેલ
તથા કડવા પાટીદાર બોર્ડિંગ ના મંત્રી શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રી ઉમિયા માતાજી મંદિર મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજ ના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સમાજ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તથા ગામમંત્રીઓ અને ખંભીસર ગામ ના વડીલો અને યુવાનો એ ખુબ સરસ આયોજન કરી વર્તમાન પરીસ્થીતીને ધ્યાન માં રાખી
સરકાર શ્રી ની માર્ગદર્શિકા મુજબ સુંદર અને સરાહનીય કામગીરી કરી સમુહલગ્ન મહોત્સવ ને સફળ બનાવ્યો હતો. અંતમાં નવદંપતી ઓને આર્શિવચન આપી સૌ આયોજકો તથા નામી અનામી સહયોગ આપી કનયાવિદાય કરી શુભેચ્છાઓ પાઠવી હતી.*