શ્રી રામ પોતે જ ધર્મ છે- તેમના નામે છેતરપિંડી એ અધર્મ છે : રાહુલ ગાંધી

નવીદિલ્હી: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના અહેવાલો પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ આ કથિત કૌભાંડને અન્યાય ગણાવ્યો છે. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, “શ્રી રામ પોતે જ ન્યાય, સત્ય, ધર્મ છે – તેમના નામે છેતરપિંડી એ અધર્મ છે! આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ રામ_મંદિર_કૌભાંડ નામનો હેશટેગ પણ લખ્યો છે.
આ ઉપરાંત કોંગ્રેસે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લગતી જમીન સોદામાં ભ્રષ્ટાચારનાં આરોપો અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ માંગ્યો છે. પાર્ટીનાં વરિષ્ઠ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પીએમ મોદીએ આ ‘કૌભાંડ’ પર જવાબ આપવો જાેઈએ. એટલું જ નહીં, સુરજેવાલાએ એમ પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તેની તપાસ થવી જાેઈએ. પક્ષનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સુપ્રીમ કોર્ટને આ આગ્રહ પણ કર્યો કે આ મંદિર નિર્માણ માટે દાન તરીકે મળેલી રકમ અને ખર્ચનું ઓડિટ કરવા અને દાનમાંથી ખરીદેલી તમામ જમીનનાં ખર્ચની પણ તપાસ કરવા તાકીદ કરી હતી.
બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેને આસ્થાનું અપમાન ગણાવ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘કરોડો લોકોએ શ્રદ્ધા અને નિષ્ઠાને લઇને ભગવાનનાં ચરણોમાં આ અર્પણ કર્યુ છે. તે દાનનો દુરુપયોગ એ અધર્મ, પાપ, તેમના વિશ્વાસનું અપમાન છે.’ નવી દિલ્હી, ૧૪ જૂન. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનાં અહેવાલો પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ આ કથિત કૌભાંડને અન્યાય ગણાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “શ્રી રામ પોતે જ ન્યાય, સત્ય, ધર્મ છે –
કપટ એ તેમના નામે અધર્મ છે! આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ રામમંદિર કૌભાંડ નામનો હેશટેગ પણ લખ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લગતી જમીન સોદામાં ભ્રષ્ટાચારનાં આરોપો અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ માંગ્યો છે.