શ્રી રામ મંદિરના નિર્માણ માટે દેશના દરેક તીર્થ સ્થળોના જળ, માટી લઇ જવામાં આવેલ
શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના અલગ અલગ કુંભો બનાવી તેની પૂજારી શ્રી દ્વારા પૂજન કરી આજરોજ તા:18.06.2020 નારોજ બપોરના 12:39 કલાકે વિજય મુહુર્તમાં સોમનાથ જીલ્લાના વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષ શ્રી નરેશભાઇ પર્યાણીને અર્પણ કરવામાં આવેલ.
આ અંગે તમામ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી, દરેક જીલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોય પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ના પણ અલગ-અલગ બન્ને કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજાવિધિ સંપન્ન કરી મોકલવામાં આવેલ છે.
જનરલ મેનેજરશ્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ