શ્રી લંકાનું ટુરિઝમ ફરીથી શરૂ થતા શ્રી લંકન એરલાઈન મહત્વની ભૂમિકા ભજવશે
શ્રીલંકા એકવારમુસાફરો માટે તેની સરહદો ફરી ખોલ્યા પછી, ટુરીઝમ એ પ્રાઈમરી ઇકોનોમિક ડ્રાઈવર્સ માંથી એક બનવાની અપેક્ષા છે અને નેશનલ કેરિયર, શ્રીલંકન એરલાઇન્સ, દેશની આર્થિક રીકવરીમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. શ્રીલંકાની સંપૂર્ણ માલિકીની અને સમર્થન વાળી એરલાઇનને એપ્રિલની શરૂઆતમાં સુનિશ્ચિત સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી હતી કારણ કે શ્રીલંકાએ COVID-19 સામે કડક વલણ અપનાવ્યું હતું. હવે, શ્રીલંકાની આરોગ્ય અને સલામતીની સ્થિતિ નિયંત્રણમાં હોવાથી, એરલાઇન આકાશ માંઉડાન ભરવા માટે તૈયાર છે અને શ્રીલંકાને ફરીથી વિશ્વ સાથે જોડવા માટે તૈયાર છે.
શ્રીલંકાની સરહદો ફરીથી ખોલવાની ચર્ચા કરતા શ્રીલંકન એરલાઇન્સના અધ્યક્ષ, અશોક પથીરાગે કહ્યું, “અમને ઘણાપડકારો હોવા છતાં, અમે રીઓપનીંગની રાહ જોઇ રહ્યા છીએ. નેશનલ કેરિયર તરીકે નિર્ધારિત સેવાઓ સ્થગિત હોવા છતાં, અમે ફસાયેલા શ્રીલંકન અને અન્ય નાગરિકોને પરત ઘરે જવા રાહત ફ્લાઇટ્સ પ્રદાન કરવાનું કામ કરી રહ્યા છીએ.
અમે અમારા એક્સપોર્ટ ઉદ્યોગોને ટેકો આપવા અને રોગચાળા સાથે સંકળાયેલા આવશ્યક કટોકટી સાધનો અને પુરવઠો લાવવા માટે ઘણી જરૂરી કાર્ગો સુવિધાઓ પણ પ્રદાન કરી રહ્યા છીએ. આરોગ્ય અને સલામતી દિશાનિર્દેશો અને ‘ન્યુ નોર્મલ’ ની પડકારજનક આવશ્યકતાઓને પહોંચી વળવા માટે અમે અમારી કામગીરીને અનુકૂળ બનાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ.”