શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આયોજિત ‘સામુદાયિક વાર્ષિકતપ પારણોત્સ્તવ’ યોજાયો
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ‘સામુદાયિક વાર્ષિકતપ પારણોત્સ્તવ’નું આયોજન કરવામાં આવ્યું હતું
આ ‘સામુદાયિક વાર્ષિક તપ પારણોત્સ્તવ’માં 275થી વધુ તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજી મહારાજ સાહેબે વાસક્ષેપ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આશીર્વચન પાઠવ્યા હતા
મુખ્યમંત્રીશ્રી જન જનના કલ્યાણ માટે બમણી શક્તિથી કામ કરે તેવી મંગલકામના આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજીએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ તેમજ જૈન સંઘના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં તપસ્વીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.