શ્રી શારદા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિરમગામમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

વિરમગામ ની શારદા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) શ્રી શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિરમગામની શ્રી શારદા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામની શારદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મીમીક્રી, ગીત, ગરબા, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શારદા પ્રાથમિક શાળા ના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ ચંડી, સગુણાબેન ચંડી સહિતના શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી.
