શ્રી શ્રી રવિશંકરે કરતારપુર ઉદ્ધાટન સમારોહનું પાકિસ્તાનનું આમંત્રણ ઠુકરાવ્યું
નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકર કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં સામેલ થશે નહીં. તેમણે પાકિસ્તાનનું આમંત્રણ ઠુકરાવી દીધુ છે.સુત્રોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે શ્રીશ્રી રવિશંકરે તેમની કેટલીક પૂર્વ નિર્ધારિત પ્રતિબધ્ધતાને કારણે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં સામેલ થઇ શકશે નહીં એ યાદ રહે કે પાકિસ્તાન તરફથી શ્રીશ્રી રવિશંકરના સમારોહમાં સામેલ થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. એ યાદ રહે કે પાકિસ્તાને શ્રી શ્રી રવિશંકરને કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ધાટન સમારોહ માટે આમંત્રિત કર્યા હતાં કરતારપુર કોરિડોર આવતીકાલે નવ નવેમ્બરે ખુલનાર છે.
આ પહેલા ક્ષી કરતારપુર સાહિબ કોરિડોરને લઇ વિવાદોમાં રહેનાર પૂર્વ કેબિનેટ મંત્રી નવજાત સિંહ સિધ્ધુ પાકિસ્તાન જવા માટે એટલા બેતાબ છે કે તેમણે તેને લઇ વિદેશ મંત્રાલયને ગઇકાલે ત્રીજો પત્ર લખ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી તેમને પાકિસ્તાન જવાની મંજુરી ન આપવાને કારણે સિધ્ધુએ આ પગલુ ઉઠાવ્યો છે જો કે મોડી રાતે સુત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે સિધ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહ માટે મંજુરી આપી છે.અભિનેતા અને ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ પણ ખુદ કોરિડોરના માર્ગે પાકિસ્તાન જઇ શ્રી કરતારપુર સાહિબના દર્શન કરનાર છે સનીએ કહ્યું કે કરતારપુર કોરિડોર ખુલવો એતિહાસિક છે.
સાંસદ સની દેઓલે કહ્યું કે તે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટન સમારોહમાં ભાગ લેશે તેમણે કહ્યું કે સમારોહ માટે મંચ એક બને અથવા તો બે તેનાથી કોઇ ફર્ક પડતો નથી શ્રધ્ધાની ભાવના હોવી જાઇએ આઇએસઆઇનું કાવતરૂ શું છે તેની બાબતમાં તેમણે કહ્યું કે તેમને કંઇ ખબર નથી આ બાબતમાં સુરક્ષા એજન્સીઓ સારી રીતે જાણે છે.